મોડાસામાં ભાજપ કાર્યાલય ખાતે સદસ્યતા વૃદ્ધિ અભિયાન કાર્યક્રમ યોજાયો
(બકોરદાસ પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લામાં આજે મોડાસામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભીની ઉપસ્થિતિમાં મોડાસા તાલુકો અને શહેરને આવરી લઈને સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી જેમાં મોબાઈલથી ભાજપના ઓનલાઈન પ્રા
મોડાસા શહેર અને તાલુકાના અપેક્ષિત કાર્યકરોને આ અંગે જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી,સંગઠન પર્વ જિલ્લા ઇન્ચાર્જ ભૂપતસિંહ, અને આઇ.ટી. સોશિયલ મીડિયા ઇન્ચાર્જ નીતિન પંડયા ધ્વારા વિસ્તાર પૂર્વક સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યશાળામાં સહ ઇન્ચાર્જ પી.સી.બરંડા, પ્રદેશ કારોબારી સભ્ય કનુભાઇ પટેલ, મોડાસા વિધાનસભા ઇન્ચાર્જ ભીખુસિંહ પરમાર, મોડાસા મંડલ પ્રમુખ હસમુખભાઇ પટેલ, મહામંત્રી શ્રી જયેશભાઇ દેસાઇ, મોડાસા શહેર પ્રમુખ જગદિશભાઇ ભાવસાર, મહામંત્રી રણધિરભાઇ ચુડઘર, શ્રી યશવંતભાઇ વ્યાસ, જિલ્લા મીડિયા ઇન્ચાર્જ પ્રભુદાસભાઈ પટેલ, સંગઠન પર્વ મોડાસા તાલુકા ઇન્ચાર્જ જીતેન્દ્રભાઇ પટેલ, ભીખુસિંહ, શ્રીમતિ કમળાબેન પરમાર, મોડાસા શહેર ઇન્ચાર્જ શ્રી રણઘિરભાઇ ચુડઘર વગેરે કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા હતા.