મોડાસામાં યુવતીની છેડતી કરનાર ‘ખબરી’ ખુદ પોલિસના સકંજામાં
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રમાં વહીવટદારોની બોલબાલા વધી ગઈ હોય તેમ ખાખી પેન્ટ અને લાલ બુટ પહેરી રાજ્ય પોલીસવડાથી લઈ જીલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ અધિકારીઓના નામે પ્રજાજનો અને ખુદ પોલીસ કર્મીઓ સામે રોફ મારતા અનેક વહીવટદારો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા હોવાની અનેક બૂમો ઉઠી રહી છે|
મોડાસાની રામપાર્ક સોસાયટીમાં રહેતી યુવતીને પ્રેમ સંબંધ બાંધવા બળજબરી કરનાર અને બિભસ્ત ગાળો બોલનાર શાહરુખ શેખ નામનો ટપોરી મોડાસા ટાઉન પોલીસસ્ટેશનમાં પડ્યા પાથર્યો રહેતો હોવાની ચર્ચાએ વધુ એકવાર પોલીસની આબરૂની ધૂળ ધાણી કરી નાખી છે પોલીસ સ્ટેશનમાં શાહરુખ શેખને આરોપીના બદલે ભાઈબંધી જેમ ખુરશીમાં બેસાડવામાં આવતા પત્રકારો પણ અચંબિત બન્યા હતા પત્રકારોને જોઈ મોઢું સંતાડી દીધું હતું.
મોડાસામાં પોલીસ તરીકેનો રોફ મારતા અને કહેવાતા પોલીસતંત્રના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના બાતમીદાર શાહરુખ મોહમ્મદ સલીમ શેખ નામના શખ્શે પલ્સર બાઈક પર પીછો કરી રામપાર્કમાં રહેતી અને ભાવસારવાડા નજીક એક ખાનગી દવાખાના પાસેથી પસાર થતી યુવતીને અટકાવી પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતા અને પ્રેમ સંબંધ રાખવા બળજબરી કરતા યુવતીએ ટપોરી શાહરુખને વશ થવાની ના પાડતા શાહરુખ શેખ ઉશ્કેરાઈ જઈ માં-બહેન સામે ગાળો ભાંડી બિભસ્ત વર્તન કરતા હોબાળો થતા ટપોરી શાહરુખ શેખ ત્યાંથી બાઈક લઈ રફુચ્ચકાર થઈ ગયો હતો આ મામલે યુવતીની ફરિયાદને આધારે મોડાસા ટાઉન પોલીસે ઇપીકો કલમ-૩૫૪ (ધ) મુજબ શાહરુખ મોહમ્મદ સલીમ શેખ (રહે,મોડાસા) વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.