મોડાસામાં રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવાયો
લોકશાહી મજબુત બનાવવા માટે આપણે મતદાન કરવું એ આપણી ફરજ અને કર્તવ્ય છે:જિલ્લા કલેકટર
મોડાસા: ,ભારતીય ચૂંચણી પંચ દ્વારા વર્ષ ૨૦૧૧ થી ૨૫ જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાર દિન તરીકે ઉજવવામાં આવે છે. અરવલ્લીના મોડાસામાં આવેલ મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે ૧૦ મો રાષ્ટ્રીય મતદાતા દિવસ જિલ્લા કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરની ઉપસ્શિતિમાં ઉજવાયો
પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા કલેક્ટરશ્રી ઔરંગાબાદકરે જણાવ્યું કે મતદાર કરવું એ આપણો રાષ્ટ્રીય હક છે અને પ્રજાને મતદારનો હક એ માત્ર લોકશાહિ દેશોમાં જ છે તેથી લોકશાહી મજબુત બનાવવા માટે આપણે મતદાન કરવું એ આપણી ફરજ અને કર્તવ્ય છે
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઈલાબેન આહિરે ચૂંટણી પંચ કઈ રીતે કાર્ય કરે છે, ચૂંટણી વિભાગની સ્થાપના, કાર્ય પધ્ધતી અગેની સામાન્ય જાણકારી આપી હતી અને મતદારોને તથા ઉપસ્થિત મહાનુભાવોને મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી ઔરંગાબાદકર દ્વારા આ પ્રસંગે વયોવૃધ્ધ નાગરિકો,દિવ્યાંગ મતદારો,સેવા મતદારો, નવા દાખલ થયેલ મતદારોનું સાલ ઓઢાળી તેમજ બેજ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતુ આ ઉપરાંત શ્રેષ્ઠ બી.એલ.ઓ, શ્રેષ્ઠ સુપરવાઈઝર, શ્રેષ્ઠ સાક્ષરતા ક્લબ, શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર, શ્રેષ્ઠ નાયબ મામલતદાર મતદાર યાદી, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી, શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી વિગેરેને વર્ષ દરમિયા તેમની સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી મયંક પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીશ્રી, મામલતદારશ્રી ચૂંટણી વિભાગ મોડાસા,સમાજ કલ્યાણ અને વિકસતી જાતી અધિકારીશ્રી, વયોવૃધ્ધ નાગરિકો, દિવ્યાંગ મતદારો ,સેવા મતદારો, નવા નોંધાયેલ મતદારો તેમજ શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.