મોડાસામાં લોક વિજ્ઞાન કેન્દ્રે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના જાગૃતિ અંગે બેનર લગાવ્યા
કૉરોના વાઇરસને લઇ અરવલ્લી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કૉરોના વાઇરસથી બચવા પૉસ્ટર મારફતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. મોડાસા કૉલેજ કેમ્પસ ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે મ. લા. ગાંધી કેળવણી મંડળના મંત્રી સુરેન્દ્ર શાહના જણાવ્યા અનુસાર કૉરોના વાઇરસથી બચવા માટે જન જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે અને પૉસ્ટર થકી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાન થકી લોકો સુધી જન જાગૃતિ ફેલાવવામો પ્રયાસ હાથ ધરાશે