મોડાસામાં વિપક્ષ પદ ગુમાવી ચુકેલી કોંગ્રેસના કોર્પોરેટરો પ્રથમ દિવસથી એક્શનમાં
વેરામાં વ્યાજમુક્તી અને ધર્મ સ્થાનો પર વેરા રદ કરવાની માંગ
(પ્રતિનિધિ)મોડાસા, મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભારે રકાસ થતા ૮ બેઠકો પર સમેટાઈ ગઈ હતી બીજીબાજુ નગરપાલિકાની ચૂંટણીમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ૯ બેઠકો જીતી કોંગ્રેસ પાસેથી વિપક્ષપદ પણ છીનવી લીધું છે
જાે કે કોંગ્રેસના કોર્પોરેટરોએ નગરપાલિકાની પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાજપના જલ્પાબેન ભાવસારની નિમણુંક થતાની સાથે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પ્રજાજનોના હિતમાં આવેદનપત્ર આપી ૩૧ માર્ચ-૨૦૨૧ સુધી વેરો ભરનાર નગરજનોને વ્યાજ મુક્તી આપવામાં આવે અને દસ ટકા રીબેટ ચાલુ મહિના સુધી લંબાવવા અને ધાર્મિક સંસ્થાઓ પાસેથી વસુલવામાં આવતો વેરો નાબૂદ કરવાની માંગ કરી હતી.
મોડાસા નગર પાલીકામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલ નગર સેવકો પ્રથમ દિવસથી જ એક્શન મોડમાં આવી ગયા છે નગરપાલિકા પ્રમુખની નિમણુંક થતાની સાથે આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે લોકડાઉનના પગલે ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે.
ત્યારે નગરપાલિકા દ્વારા વસુલાત કરવામાં આવતા વેરામાં લોકોને આર્થિક બોજ ન પડે તે માટે ૩૧ માર્ચ સુધી વેરો ભરનાર લોકોને વ્યાજમાંથી મુક્તી આપવામાં આવે અને ૧૦ ટકા રિબેટ પણ આપવાની માંગ કરી હતી તેમજ શહેરમાં આવેલી ધાર્મિક સંસ્થાઓને વેરામાંથી મુક્તી કરવામાં આવેની માંગ કરી હતી શહેરીજનોએ કોંગ્રેસના કોર્પોરેટરોની કામગીરી આવકારી હતી.*