મોડાસામાં વીજકર્મી નું મોર્નિંગવોક બન્યું અંતિમ વોક : હિટ એન્ડ રનની ઘટનામાં આધેડનું મોત
અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો બેફામ વાહન હંકારતા અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મોડાસા શહેરના મેઘરજ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનની અડફેટે મોર્નિંગ વોકમાં નીકળેલા માલપુર વીજકચેરીમાં ફરજ બજાવતા આધેડ વીજકર્મીનું મોત નિપજતા શોકાગ્નિ છવાઈ હતી
અકસ્માતના પગલે લોકોએ મેઘરજ રોડ પર ફોરલેન રોડ બનાવ્યા પછી ડિવાઈડર નહિ બનતા વાહનચાલકો બેફામ વાહન હંકારતા નાના-મોટા અકસ્માત થતા અને અકસ્માતમાં એક નિર્દોષ રાહદારીએ જીવ ખોવાનો વારો આવતા સ્થાનિક લોકોએ મેઘરજ રોડ પર ચક્કાજામ કરી ડિવાઈડર અને બમ્પ બનાવવાની માંગ કરતા અકસ્માતને પગલે દોડી આવેલી પોલીસે સ્થાનિકો સાથે સમજાવટ કરી ટ્રાફિક પૂર્વરત કરાવી લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસાના મેઘરજ રોડ પર રહેણાંક સોસાયટીમાં રહેતા અને માલપુર વીજકચેરીમાં ફરજ બજાવતા બી.જે.ખરાડી રાબેતા મુજબ વહેલી સવારે મોર્નીગ વોકમાં નીકળ્યા હતા પેટ્રોલપમ્પ નજીકથી પસાર થતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વહેલી સવારે થયેલા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી મેઘરજ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં નિર્દોષ વીજકર્મચારીનો ભોગ લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર મહેશ ઘોડાએ અને સ્થાનિકોએ વારંવાર થતા નાના-મોટા અકસ્માતોના પગલે કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્રમાં ફોરલેન રોડ પર ડિવાઈડર અને બમ્પ બનાવવાની માંગ કરવા છતાં આંખ આડે કાન કરતા રોડ પર બેસી ચક્કાજામ કરતા ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોને સમજાવી ચક્કાજામ દૂર કરી ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી