મોડાસામાં શાકભાજી-ફ્રુટનું વેચાણ કરનારાઓ માસ્ક વગર બિંદાસ્ત: સુપરસ્પ્રેડર બની શકે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/05-3-1024x870.jpeg)
અરવલ્લી જિલ્લામાં સંક્રમણગ્રસ્ત દર્દીઓ અને મોતનો આંક વધી રહયો છે.મોડાસા શહેરના અંતિમધામમાં સતત કોરોનાગ્રસ્ત દર્દીઓની લાશોની અંતિમક્રિયા થઇ રહી છે શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા આંશીક છૂટછાટ સાથે દિવસે લોકડાઉન અને સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દીધો છે શહેરમાં જીલ્લા પોલીસતંત્ર પણ સઘન પેટ્રોલીંગ કરવાની સાથે શહેરના વિવિધ માર્ગો પર કામ વગર રખડપટ્ટી કરનાર વાહનચાલકો સામે શખ્ત કાર્યવાહી હાથધરી છે બીજીબાજુ શહેરમાં “દિવા તળે અંધારું” જેવો ઘાટ સર્જાયો છે મોટા ભાગના ફેરિયાઓ, વેપારીઓ માસ્ક વગર જ વેપાર કરી રહ્યા હોવાની સાથે કોરોના વાહક બની રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે માસ્ક વગરના ફેરિયાઓ અને વેપારીઓ સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે
મોડાસા શહેરમાં માસ્ક પહેર્યા વગર બિંદાસ્ત બનેલા ફેરિયાઓ અને કેટલાક વેપારીઓના પગલે કોરોના થી અનેક લોકો સંક્રમિત થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે મોડાસા શહેરના ચાર રસ્તાથી મખદૂમ ચોકડી, ડીપ વિસ્તાર, મેઘરજ રોડ અને માલપુર રોડ પર શાકભાજી અને ફ્રૂટનું વેચાણ કરનારા ફેરિયાઓ,માલપુર રોડ પર કેસર કેરી અને તરબૂચ,ટેટીના ટેમ્પો લઇ ઉભા રહેતા વેપારીઓ માસ્ક પહેર્યા વગર બિન્દાસ્ત ધંધો કરી રહ્યા છે આવા ફેરિયાઓ અને વેપારીઓ નગરજનો માટે સુપર સ્પ્રેડર બનતા કોઈ નહિ અટકાવી શકે પોલીસતંત્રની સાથે નગરપાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગે માસ્ક પહેર્યા વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર શખ્શો સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોમાં માંગ પ્રબળ બની છે