Western Times News

Gujarati News

મોડાસામાં સત્યમ વિદ્યાલયના ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

તસવીરઃ બકોર પટેલ, મોડાસા

(પ્રતિનિધિ) મોડાસા,  આજરોજ તારીખ ૧૫.૦૩.૨૦૨૨ ના રોજ અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આર જે પટેલ સત્યમ વિદ્યાલય મોડાસા ખાતે અખિલ આંજણા કેળવણી મંડળના મંત્રી રમણભાઈ પટેલ તેમજ આર જે પટેલ સત્યમ વિદ્યાલયના ડિરેક્ટર ચીમનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય ઉપસ્થિત મહાનુભાવો તેમજ શાળાના આચાર્ય પરેશભાઈ પટેલ , મદદનીશ શિક્ષક કરણભાઈ પટેલે સહિત શિક્ષકો દ્વારા વિદાય લેતા વિદ્યાર્થીઓને તારીખ ૨૮.૦૩.૨૦૨૨ ના રોજ શરૂ થતી પરીક્ષા અંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ સમગ્ર આયોજન શાળાના ઉપાચાર્ય ધવલભાઈ પટેલ તેમજ તમામ સ્ટાફમિત્રો દ્વારા કરવામાં આવ્યું. છાત્રોએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા..અંતમાં શિક્ષક અનિલભાઈ પટેલે અનુરૂપ આભારવિધિ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.