મોડાસામાં ૧૪ કરોડથી વધુના વિવિધ વિકાસ કામનું લોકાર્પણ
અમદાવાદ: અરવલ્લી જિલ્લા ખાતે મોડાસા કેવળણી મંડળનો શતાબ્દીન મહોત્સવ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જયાં જિલ્લામાં ૧૪ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત અનેક વિકાસના કાર્યોનું લોકોર્પણ કરવામાં આવ્યુ હતું. મોડાસા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે માર્ગ અને મકાન વિભાગ મોડાસા, દ્વારા ૯.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિ ગૃહ તથા માલપુર ખાતે ૧.૫૦ કરોડના ખર્ચે બનેલ વિશ્રામ ગૃહ તથા શેલ્ટર હાઉસ ૧.૫૦ કરોડ અને નગરમાં બંધાયેલ સ્પોર્ટસ સંકુલ ૧.૭૨ કરોડ તથા પાલ્લા ખાતે આરોગ્ય કેન્દ્ર ૯૫ લાખ મળી કુલ ૧૪.૯૫ કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું.
મોડાસા હાઈસ્કુલના કંપાઉન્ડમાં યોજાયેલ મોડાસા કેળણી મંડળની સ્થાપનાના શતાબ્દિ મહોત્સવની ઉજવણી પ્રસંગે સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સંસ્થા ઉત્તરોત્તર પ્રગતી કરવાની સાથે સંસ્થામાંથી શિક્ષણ મેળવી અરવલ્લી જિલ્લાનું શિક્ષણ જગતમાં નામ રોશન કર્યુ છે તે ખરેખર પ્રસન્નીય છે. આ સંસ્થાએ કેળવણીકાર, સાહિત્યકાર, ડાક્ટરો, એન્જિન્યરો અને લોક પ્રતિનિધિઓ આપ્યા છે જે ગૌરવ લઈ શકાય તેવી બાબત છે. નીતિન પટેલે સંસ્થાએ સાનુકૂળ અને પ્રતિકૂળતા વચ્ચે દશ દાયકાની સફરમાં શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત રાખી છે. તેમણે મોડાસાને સંસ્કારી નગરી ગણાવતા જણાવ્યું હતું કે આ દાયકાઓથી કેળવણીનું ધામ રહ્યુ છે જેને આઝાદીના સંગ્રામમાં પણ મહત્વનુ યોગદાન આપ્યુ હોવાનું પણ ઉમેર્યુ હતું. જયાં વિદ્યા માટે દાનની સરવાણી વહેડનાર દાતાઓનો પણ આભાર માન્યો હતો.