મોડાસા એસટી ડેપોમાંથી કોમ્પ્યુટરની ચોરી કરનાર એપ્રેન્ટિસ યુવક જ ચોર
અરવલ્લી જીલ્લામાં ચોર,ઘરફોડ ગેંગ અને ચેન સ્નેચર ટોળકી ના પડાવ થી પ્રજાજનોમાં ભયનો માહોલ છવાયો છે મોડાસા એસટી વર્કશોપ માંથી ૫ દિવસ અગાઉ કોમ્પ્યુટર સેટ ની ચોરી થતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી મોડાસા ટાઉન પોલીસ ટૂંકા ગાળામાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો જેમાં વર્કશોપ માંથી કોમ્પ્યુટર સેટ ચોરી કરનાર અન્ય કોઈ શખ્શ કે લૂંટારુ ગેંગના બદલે વર્કશોપમાં એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતો ૧૯ વર્ષીય યુવક જ ચોર નીકળ્યો હતો એસટી ડેપોમાં ફરજબજાવતા કર્મચારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા હતા.
અરવલ્લી જિલ્લા ના મોડાસા એસટી વર્કશોપ માંથી કોમ્પ્યુટર સેટ ની ચોરી થયા ની ફરિયાદ મોડાસા ટાઉન પોલીસ માં 20 જુલાઈ ના રોજ નોંધાયેલ હતી જે બાબત ની મોડાસા ટાઉન પોલીસ તપાસ ચલાવી રહી હતી તે દરમિયાન એસટી વિભાગ ના ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે પોલીસે બાયડ તાલુકા ના ચોઈલા ગામ નો વતની અને મોડાસા એસટી વર્કશોપ માં જ એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતો 19 વર્ષીય ધર્મેન્દ્ર વાળંદ ઉર્ફે ધમો જ ચોર નીકળ્યો હતો મોડાસા ટાઉન પોલીસે એસટી કર્મચારી ધર્મેન્દ્ર વાળંદની કોમ્પ્યુટર ચોરી ના ગુન્હા માં ધરપકડ કરી.
વધુ પૂછતાછ હાથ ધરતા ધમાએ એક બાઇકની ચોરી પણ કરી હોવાની કબૂલાત કરી છે હાલ પોલીસે ધરપકડ કરેલ આરોપી ધર્મેન્દ્ર વાળંદ પાસેથી એસટી વર્કશોપ માંથી ચોરી કરેલ 22 હજાર ની કિંમત નો કોમ્પ્યુટર સેટ અને 40 હજાર ની કિંમત નું બાઇક સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કર્મચારી પોતે એસટી વર્કશોપ માં ફરજ બજાવેછે ત્યારે એસટી નાજ કોમ્પ્યુટર સેટ ના ડેટા માં કઈ છેડછાડ કરવા કે અન્ય કોઈ માહિતી ની જાણકારી માટે પોતાની કચેરી નાજ કોમ્પ્યુટર સેટ ની ચોરી કરી તે બાબતે તપાસ માટે મોડાસા પોલીસ આરોપી ને કોર્ટ માં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે (-દિલીપ પુરોહિત. બાયડ)