મોડાસા કડિયાવાડા વિસ્તારમાંથી ૫ અને કોલેજ છાપરા પાછળથી ૮ શકુનિઓને ૨૨ હજારનો મુદ્દામાલ જપ્ત
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેરમાં અનેક વિસ્તારોમાં શ્રાવણીઓ જુગાર રમવાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે શહેરના માલેતુજાર શકુનિઓ ફાર્મ હાઉસ અને ફ્લેટમાં જુગાર રમતા હોવાથી પોલીસ પકડથી દૂર રહે છે મોડાસા ટાઉન પોલીસે કડિયાવાડા વિસ્તારના નાકે ખુલ્લામાં જુગાર રમતા ૫ શકુનિઓ અને કોલેજ છાપરા વિસ્તારમાં પાછળની બાજુએ હારજીતની બાજી લગાવી બેઠેલા ૮ જુગારીઓને ઝડપી પાડ્યા હતા મોડાસા ટાઉન પોલીસે ૨૨ હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓએ માજા મૂકી છે મોડાસા શહેરમાં વરલી-મટકાના સ્ટેન્ડ સ્ટેટ વિજિલન્સના દરોડા પછી અંકુશમાં આવતાં જુગારીઓ પત્તા-પાનનો જુગાર તરફ વળ્યા છે મોડાસા ટાઉન પીઆઈ વાઘેલા અને તેમની ટીમે બાતમીના આધારે કડિયાવાડા વિસ્તારના નાકે ખુલ્લામાં હારજીતની બાજી લગાવી બેઠેલા
૧)ચિરાગ ઉર્ફે કુત્તો રમેશભાઈ કડિયા,2)ઉમેશ ભુપેન્દ્રભાઈ કડિયા,3)પરસોત્તમ કિશનલાલ રાણી,4)કૃષ્ણકાંત ઉર્ફે કમલેશ શામળભાઈ કડિયા અને 5)વિષ્ણુ ફોજાજી મારવાડી ને ૧૮૧૦ રૂપિયા સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી