મોડાસા કપડવંજ રોડ પર દૂધાથલ પાટિયા નજીક માર્ગ અકસ્માતઃ એકનું મોત
ખેડા જિલ્લા ના કપડવંજ તાલુકાના મોડાસા કપડવંજ રોડ પર દૂધાથલ પાટિયા નજીક માર્ગ અકસ્માત માં એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મોટા ભાર વાહક સાધનો ના ગફલત ભર્યા ડ્રાયવિંગ ના લીધે રાહ દારીયો અને નાના વાહન ચાલકો અકસ્માત નો ભોગ બનતા હોય છે અને મોત ને ભેટતા હોઈ છે.
ત્યારે કપડવંજ ના દૂધાથલ પાટિયા નજીક માર્ગ અકસ્માત માં મહેન્દ્રભાઈ લાલબહાદુરભાઈ ખત્રી હાલ રહે. સ્વાગત હોટલ કઠલાલ મૂડ. રહે. નેપાળ ને ડમ્પર ટ્રક ડ્રાયવર એ ગફલત ભેર ટ્રક હંકારતા ટક્કર વાગી જતા મહેન્દ્રભાઈ લાલબહાદુરભાઈ ખત્રી ડમ્પર ટ્રક નીચે આવી જતા શરીર ના ભાગે ગંભીર ઇજાઓ પોહચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ડમ્પર ટ્રક નં. GJ 07 YZ 4074 નો ચાલક ઘટના સ્થળે ડમ્પર ટ્રક મૂકી ભાગી ગયો હતો જ્યારે અકસ્માત ના સમાચાર સાંભળી ને આજુ બાજુ માંથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક ના ભાઈ નિરફ બહાદુર ખત્રી ની ફરિયાદ ના આધારે કપડવંજ પોલીસ એ આગળ ની કાયદેસર ની કાર્ય વાહી હાથ ધરી છે (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)