Western Times News

Gujarati News

મોડાસા કમલમમાં જિલ્લાના સહકારી આગેવાનોની બેઠક યોજાઇ

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા કમલમ કાર્યાલય ખાતે જિલ્લાના સહકારી આગેવાનોની એક બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૬.૬.૨૨ ને ગુરૂવારે સવારે દસ કલાકે મોડાસા ટાઉન હોલ ખાતે યોજાનાર સહકારી આગેવાનોના સંમેલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર સહકારી આગેવાનોની ગુરુવારે મળનાર આ બેઠકમાં જિલ્લાના તમામ સહકારી આગેવાનો, ખેડૂતો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવશે.તેમણે કહ્યું કે જિલ્લા,તાલુકાની સહકારી સંસ્થાઓના આગેવાનો અને ખેડૂતો,તમામ માર્કેટ યાર્ડ,તાલુકા સંઘો,સહકારી જીનો, ખેતી બેંકોના ચેરમેનો-ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

આજની આ બેઠકમાં સહકાર સંમેલનના ઇન્ચાર્જ સહકારી અગ્રણી શામળભાઈ એમ.પટેલ, જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઇ પટેલ, ગુજકોમાસોલના ડિરેકટર જગદીશભાઈ શા.પટેલ, એપીએમસી ચેરમેન બાબુભાઇ એમ.પટેલ, હીરાજી ડામોર, રાજુભાઇ પટેલ,

મેઘરજ તાલુકા સંઘના ચેરમેન મોતીભાઈ પટેલ, સાબરડેરી ડિરેક્ટર જેસીંગભાઈ , ભીખુસિંહ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ભીખાભાઇ, જિલ્લા સહકાર સંયોજક શામળભાઈ પટેલ(ટાકાટુકા), સહ સંયોજક ભગાભાઈ પટેલ, એપીએમસી ડિરેકટર પીયૂષભાઈ પટેલ ,દિનેશભાઇ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.