મોડાસા કેમિસ્ટ & ડ્રગીસ્ટ એસો.નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
મોડાસા :મોડાસા શહેરમાં દવા બજાર સાથે સંકળાયેલા છૂટક અને જથ્થાબંધ વેપારીઓના એસોસિયેશન મોડાસા કેમિસ્ટ & ડ્રગીસ્ટ એસો. નું દીપાવલી પર્વ અને નૂતનવર્ષાભિનંદન નિમિત્તે સ્નેહ સંમેલન મોડાસા-હિંમતનગર રોડ પર આવેલા “એક્વાલેન્ડ” વોટરપાર્ક ખાતે યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં કેમિસ્ટો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલન કાર્યક્રમનું સફળ આયોજન એસો. પ્રમુખ સુરેશ શાહ અને મંત્રી દિનેશ સુથાર અને કારોબારી સભ્યોએ કર્યું હતું.