મોડાસા કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું

મોડાસા, મોડાસા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ ૭૫ મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ શ્રી બિપીન ર.શાહ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમને મંડળના કાર્યો, સંસ્થાઓની સિદ્ધિઓની વાત કરી.
આગામી ૧૦ વર્ષમાં હાથ ધરાનાર કાર્યોનો ચિતાર આપ્યો, સાથે સાથે શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સંસ્થાના આધ્યસ્થાપક શ્રી મથુરદાસ ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી. આ પ્રસંગે કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.