મોડાસા કોરાનાનું “હોટસ્પોટ” થી “ડેથપોસ્ટ” તરફ સરકી રહ્યું છે…!! ૫૭ દર્દીઓમાંથી ૧૧ લોકોને કોરોના ભરખ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા કોરોનાનો કહેરે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે જેમાં ગતિશીલ ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક પણ ગતિશીલ બનતા ગુજરાત રાજ્યનો મૃત્યુ આંક ટોચ પર છે લોકડાઉન પછી અનલોક ફેઝમાં દરરોજ કોરોના વાયરસના કેસોમાં કૂદકેને ભૂસકે વધારો જોવા મળી રહ્યો છે.અરવલ્લી જીલ્લામાં પણ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ચિંતાજનક રૂપથી વધારો જોવા મળી રહ્યો છે
અરવલ્લી જિલ્લામાં વધુ ૬ કોરોના પોઝેટીવ સાથે ૧૫૬ પર આંક પહોંચ્યો છે મોડાસા શહેરમાં વધુ ૫ કેસ સાથે ૫૭ કોરોના પોઝેટીવ દર્દીઓ અત્યારસુધી નોંધાઈ ચુક્યા છે જેમાં ૧૧ લોકોને કોરોના ભરખી જતા ડેથરેટ ૨૦ ટકાની આસપાસ પહોંચતા મોત ના મામલે મોડાસા શહેર રાજ્યમાં અને જીલ્લામાં જે રીતે આગળ વધુ રહ્યું છે તે જોતા મોતના મામલે આગળ વધી રહ્યું છે જીલ્લામાં કોરોનાનું હોટસ્પોટ બનેલા મોડાસા શહેરમાં જે રીતે મૃત્યુ આંક વધી રહ્યો છે તે જોતા શહેર જાણે ડેથસ્પોટ તરફ સરકી રહ્યું હોય તેવો અહેસાસ લોકોને થતા ફફડી ઉઠ્યા છે
અરવલ્લી જીલ્લામાં કોરોનાનો વ્યાપ રોજ રોજ વધી રહ્યો છે મોડાસા શહેરમાં ૫ લોકો અને મોડાસા તાલુકાના લીંભોઇ ગામમાં એક વ્યક્તિનો કોરોના પોઝેટીવ આવતાં જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે મોડાસા શહેરમાં લઘુમતી સમાજની ૫૨ વર્ષીય મહિલાએ કોરોના સામે જંગ હારી જતા મોત નીપજ્યું હતું મોડાસા શહેરમાં ધીરે ધીરે સમગ્ર શહેરમાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી ટ્રાન્સ્મીશન તરફ આગળ વધી રહ્યું છે શહેરમાં લઘુમતી સમાજના લોકોના કોરોના થી સૌથી વધુ મોત નિપજ્યા છે
મોડાસા શહેરમાં કોરોના થી મોત સતત થઇ રહ્યા હોવાથી શહેરીજનો ફફડી ઉઠ્યા છે મોડાસા શહેરની અલ્ફેનસા સોસાયટી,ઝમઝમ સોસાયટી અને ભાવસાર વાડા વિસ્તારની ત્રણ મહિલાઓ, નીલકંઠ સોસાયટીમાં રહેતા આધેડ, ગોવર્ધન ટાઉનશીપ અને લીંભોઇ ગામનો એક એક વ્યક્તિ કોરોનામાં સપડાયા હતા સતત વધી રહેલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા અને મૃત્યુદર થી આરોગ્ય વિભાગ હડકંપ મચ્યો છે જીલ્લામાં અત્યારસુધી ૧૧૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે
મોડાસા શહેરમાં ઝડપભેર સંક્રમણ વધી રહ્યું છે જયારે બીજીબાજુ અનલોક ની જાહેરાત બાદ લોકો કોરોના સામે બેદરકાર જણાઈ રહ્યા છે શહેરમાં ભારે ભીડ ઉમટી રહી છે સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી માસ્ક પણ પહેરતા નથી તેમજ જાહેરમાં થૂંકવાનું પણ ચાલુ રાખતા આગામી સમયમાં મોડાસા શહેરમાં કોરોનાના દર્દીઓમાં ભયાનક વધારો થઇ શકે છે શહેરમાં વેપારીઓ અને ગ્રાહકો માસ્ક ફક્ત દંડ થી બચવા પહેરતા હોય તેવા દ્રશ્યો શહેરમાં સામાન્ય બન્યા છે