મોડાસા :કોરોનાના કોઈ લક્ષણ નથી તો કોરોના કઈ રીતે પોઝેટીવ, સ્વચ્છતા, પાણી અને યોગ્ય સારવાર મળતી હોવાનો આક્ષેપ
ગુજરાતમાં કોરોના બેકાબુ થઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ થી સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે કોવીડ હોસ્પિટલ અને આઈસોલેશન વોર્ડ અને કોરન્ટાઇન વોર્ડ ઉચ્ચ કક્ષાની સુવિધા ઉપલબદ્ધ કર્યાના દાવાઓ વચ્ચે કોવીડ હોસ્પિટલ અને કોરન્ટાઇન વોર્ડમાં ચાલતી બેદરકારીના અનેક દર્દીઓ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરી સરકારની અને આરોગ્યતંત્રની પોલ ખુલ્લી પાડી રહ્યા છે
મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ઉભી કરવામાં આવેલી કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માંથી કેટલાક દર્દીઓ એ કોરોનાના કોઈ લક્ષણ ન હોવા છતાં કોરોના પોઝેટીવ કેવી રીતે આવ્યો કઈ રીતે…? અને દર્દીઓએ કોવિડ હોસ્પિટલમાં સ્વછતાનો અભાવ, પીવાનુ પાણી પણ મળતું ન હોવાનું જણાવી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા આરોગ્ય તંત્રએ કોરોનામાં થઈ રહેલી કામગીરી અને દર્દીઓન આપવામાં આવતી ઉચ્ચ કક્ષાની સગવડ અને સારવાર નો ફૂલવેલા ફુગ્ગાની હવા નીકળી ગઈ હતી તંત્રના દોડધામ મચી હતી શું દર્દીઓ કોરોના સામે આવી સ્થિતિમાં કઈ રીતે લડશે…? હાલ તો દર્દીઓ ભગવાન ભરોશે કોરોના સામે જંગ લડી રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે.
મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ લક્ષ્મીબેન વણકર નામના કોરોનગ્રસ્ત દર્દીએ તેમને સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરી કોરોના ટેસ્ટ સામે પ્રશ્નાર્થ કરી જણાવ્યું હતું કે મને કોઈ પણ જાતની તકલીફ નથી પથરી ની બીમારી સિવાય મને કોઈ રિપોર્ટ પણ બતાવાવમાં આવતો નથી તેમજ હું કડી થી ટીંટોઈ આવી છું ત્યાં પણ કોરોના નથી મને ખોટી રીતે હોસ્પિટલમાં રાખવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
મેઘરજ ના કોરોનાગ્રસ્ત દર્દી ગણપતભાઈ સવજીભાઈ વણજારાના દર્દીએ પણ તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવા છતા કોરોના પોઝેટીવ આવ્યો હોવાનો અને કોવીડ હોસ્પિટલમાં સ્વચ્છતાના અભાવ અને પાણી જમવાનું પણ સમયસર મળતું ન હોવાનું અને કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે અન્ય દર્દીઓ સાથે મળી વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા તંત્રમાં ભારે દોડધામ મચી હતી.