મોડાસા : કોરોના દર્દીઓને તણાવમુક્ત કરવા હોસ્પિટલમાં સ્ટાફ દર્દીઓ સાથે ગરબે ઘૂમ્યા

દર્દીઓને રોગ ભૂલાવવા અનેરો પ્રયાસ
કોરોનાની બીજી લહેર એટલી ઘાતક છે કે જેમાં કોરોના પોઝિટિવ હોવાનું સાંભળતા જ કેટલાક દર્દીના હૃદયના ધબકારા વધી જાય છે કોરોના સંક્રમિત દર્દીઓને આવી સ્થિતિમાં તણાવમુક્ત રાખવા માટે કોવીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મેડીકલ સ્ટાફ દ્વારા મનોરંજન પૂરું પાડી દર્દીઓને માનસિક તાણમાંથી મુક્ત રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના અનેક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે ત્યારે મોડાસા શહેરની ખાનગી કોવીડ હોસ્પિટલમાં ઓક્સીજન સાથે સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે મેડીકલ સ્ટાફે ગરબા રમી દર્દીઓને રોગ ભૂલાવી પ્રેમ અને હૂંફભર્યુ વર્તન કરતા વીડિયો હાલ સામે આવ્યા છે.
અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે કોરોના સંક્રમીત દર્દીઓનો મોતને સતત ભેટી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમીત દર્દીઓની મોતના આંકની ટકાવારીથી જીલ્લા વાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે જીલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થતા અનેક લોકો સારવાર અને યોગ્ય સમયે ઓક્સીજન ન મળતા કોરોના સામે જંગ હારી રહ્યા છે
ત્યારે મોડાસા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને કોરોના બીમારીથી ચિંતામુકત કરવા અને ઝડપથી રીકવરી માટે મેડીકલ સ્ટાફ ગરબાના તાલે દર્દીઓ સાથે ઝૂમતો અને દર્દીઓનો ઉત્સાહ વધારતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોએ કોરોના સંક્રમીત દર્દીઓની જીવના જોખમે સારવાર કરતા મેડિકલ સ્ટાફની સરહના કરી હતી