મોડાસા કોવિડ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ચાલક અરવિંદભાઇએ કોરોનાને મ્હાત આપી
૭૦૦૦ થી વધુ કોરોનાના સેમ્પલ પહોંચાડવાની કામગરી દરમિયાન થયા હતા સંક્રમિત
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લીમાં કોરોનાનો વ્યાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળતા કોરોનાનો કુલ આંક ૩૦૦થી વધુને પાર કરી ચુક્યો છે. ત્યારે આવા સમયે કોરોનાના દર્દીઓના સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ આર્શીવાદ સમાન નિવડી છે તેમા ત્યાં તબીબો અને પાયાના કામ કરતા એમ્બ્યુલનસ ડ્રાઇવર અને સફાઇ કર્મીઓની મહેનતને શ્રેય જાય છે.
મોડાસાની કોવિડ હોસ્પિટલના આવા જ એક કર્મચારી અરવિંદભાઇ ધોબી જે એમ્બ્યુલન્સના ચાલક છે. જેઓ પણ કોરોનાના સંક્રમણમાં આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે રખાયા અને મજબૂત મનોબળથી કોરોનાને મ્હાત આપી ફરથી નોકરી ચાલુ કરવાની હિંમત દાખવી છે.
પપ વર્ષિય અરવિંદભાઇ છેલ્લા ૧૫ વર્ષથી સાર્વજનિક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જેમાં ઘણા જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓને ઘર સુધી પંહોચાડવાની સેવા કરી છે. પરંતુ છેલ્લા માર્ચ મહિનાથી કોરોનાની શરૂઆત થઇ તો દિવસ-રાત જોયા વગર કોરોનાના દર્દીઓને ઘરેથી હોસ્પિટલ સુધી લાવવાની તેમજ દર્દીઓના સેમપ્લ પંહોચાડવાની કામગીરી કરી છે.