મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાની આર્થિક ગણતરી માટે તાલીમ સેમિનાર યોજાયો
(પ્રતિનિધિ) મોડાસા, ભારત સરકાર દ્વારા દેશની આગામી ૭મી આર્થિક વસ્તી ગણતરી માટે કામગીરી હાથ ધરવામાં આવનાર છે .જેના માટે સૌ પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણ માહિતી ભરવામાં આવનાર છે. આ તાલીમ મોડાસા તાલુકા પંચાયત સભાખંડ ખાતે રાખવામાં આવેલી જેના માટે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિકસ એન્ડ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન તથા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોરમેશન ટેક્નલોજીના કોમન સર્વિસ સેન્ટર દ્વારા હાથ ધરાશે.. જેના માટે જિલ્લા કલેકટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા લેવલ કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે .
આ સમગ્ર સેમિનાર મોટી સખ્યામાં હાજર રહેલા સીએસસી ઓપરેટર, ફન્ઈ મિત્રોને આર્થિક ગણતરીને લગતી ઝીણવટ ભરી માહિતી અને તેની ડીજીટલ પદ્ધતિની તાલીમ સીએસસીના જિલ્લા મેનેજર એ સુંદર રીતે આપી હતી.
આ સેમિનારમાં વિશેષ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી સાહેબ, સંશોધન અધિકારી નરેશભાઈ, મોડાસા તાલુકા વિકાસ અધિકારી ગોપાલભાઈ પટેલ, ડ્ઢજીર્જીં સંદીપભાઈ મોર્ય , સી.એસ.સી. જિલ્લા ટીમ તેમજ આયોજન સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું હતું.*