મોડાસા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયમાં બેઠક યોજાઇ
મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોની બેઠક જિલ્લા પ્રમુખ રણવીસિંહ ડાભીના પ્રમુખપદે આજરોજ યોજવામાં આવી હતી.
જિલ્લા ભાજપ મહામંત્રી શામળભાઈ પટેલ અને એસ.એમ.ખાટની ઉપસ્થિતિના યોજાયેલી બેઠકમાં પ્રદેશની સુચના મુજબ બજેટ અંગે કાર્યશાળા આગામી ૧૮/ ૦૩/ ૨૦૨૦ ના રોજ મહાલક્ષ્મી ટાઉનહોલ, મોડાસા બપોરે ૦૧-૦૦ કલાકે યોજવા નક્કી કરાયું હતું.જેમાં અપેક્ષિત કાર્યકરોને ઉપસ્થિત રહેવા અંગે સુચના આપવામાં આવી હતી., કાર્યશાળામાં અપેક્ષિત શ્રેણી દ્વારા આ અંગે બજેટના મુદ્દા બુથ સુધી પહોચે તે આશય થી દરેક મંડલમાં પણ કાર્યશાળા યોજવામાં આવશે તેવી સુચનાઓ આપવામાં આવી હતી.જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર ના વિકાસલક્ષી બજેટ ને દ્રષ્યમાન પ્રેજન્ટેશન ધ્વારા રજુ કરી સમજ આપવામાં આવશે,
આ બેઠકમાં ૬, એપ્રિલ ૪૧મો પાર્ટી સ્થાપના દિવસ બુથ લેવલ સુધી ગૌરવ પૂર્ણ રીતે બુથ પર જવાબદાર કાર્યકર જઇ બુથ સમિતિની બેઠકો યોજાશે, બુથ પ્રમુખ બુથ વાલી, બુથમાં રહેતા આગેવાનોના ઘરે ઘરે જઇ પાર્ટી ધ્વજારોહણ કરવામાં આવશે આ રીતે પાર્ટીમાં પ્રદેશ ની સુચના મુજબ આગામી અનેકવિધ કાર્યક્રમો યોજાશે તેની જિલ્લા ના હોદ્દેદારશ્રીઓને જવાબદારી આપવામાં આવી હતી અને તે અંગેની સમગ્ર ઉંડાંણ પુર્વક માહીતી જિલ્લા મહામંત્રી શ્રી શામળભાઇ પટેલ ધ્વારા આપવામાં આવી હતી અને બેઠકના અંતે જિલ્લા પ્રમુખ શ્રી રણવીરસિંહ ડાભી દ્વારા આ અંગે કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગ ઉર્જાનો સંચાર કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જિલ્લાના તમામ મંડલ મોરચાના પ્રમુખ મહામંત્રી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા…