મોડાસા ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા : રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા પંચાયત અન્વયે જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સર્વોદય હાઇસ્કૂલ,મોડાસા ખાતે એન.ડી.ડી.(રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ)ની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રીએ પ્રાસંગિક ઉદબોઘન કરતા જણાવ્યુ હતુ કે,કૃમિનાશક ગોળી ખાવાથી થતા ફાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડી કાર્યક્રમને સફળ બનાવવા તાલુકાની આર.બી.એસ.કે.ટીમ, અર્બન હેલ્થ સેન્ટર મોડાસાના તબીબી અઘિકારીશ્રી તથા આરોગ્ય કર્મચારીશ્રીઓ,શાળા સ્ટાફ તથા આઇ.સી.ડી.એસ. સ્ટાફ ઘ્વારા કામગીરી કરવા જરૂરી સુચન કર્યુ હતું.સદર કાર્યક્રમ અન્વયે મોડાસા તાલુકાના ગ્રામ્ય કક્ષાએ ૫ણ જુદા જુદા વિસ્તારમાં સ્થાનિક ૫દાઘિકારીશ્રી ઘ્વારા કાર્યક્રમ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજી આરોગ્ય કર્મચારીશ્રીઓ ઘ્વારા ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવનાર છે.
આજના દિવસ અન્વયે બાકી રહેતા બાળકોને તા.૦૩.૦૩.૨૦૨૦ના રોજ મો૫ અ૫ રાઉન્ડમાં આવરી લઈ ૧૦૦% સિઘ્ઘી હાંસલ કરવા જણાવ્યુ હતું. આ પ્રસંગે અઘિક જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી (અરવલ્લી),તાલુકા આરોગ્ય અઘિકારીશ્રી (મોડાસા), તાલુકાની આર.બી.એસ.કે.ટીમ,અર્બન હેલ્થ સેન્ટર મોડાસાના તબીબી અઘિકારીશ્રી તથા આરોગ્ય કર્મચારીશ્રીઓ,શાળા સ્ટાફ તથા આઇ.સી.ડી.એસ. સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.