મોડાસા ચાર રસ્તા પર રામ મંદિર શિલાન્યાસ ની ભવ્ય ઉજવણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/02-1-1024x701.jpeg)
રામધૂન સાથે ફટાકડા ફોડ્યા,માલપુરમાં મીઠાઈ વહેંચી ઉજવણી
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અયોધ્યા માં આજે કરાયેલ રામ મંદિર નિર્માણ ના ભૂમિપૂજનના પગલે અરવલ્લી જીલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જીલ્લામાં ઠેર ઠેર ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી હતી ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી રામભક્તો ઉત્સાહમાં ઝુમી ઉઠ્યા હતા અરવલ્લી જીલ્લા પોલીસતંત્રે જીલ્લામાં રામ મંદિર શિલાન્યાસને લઈને સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો
અયોધ્યા રામમંદિર શિલાન્યાસ ને લઈને આખાય દેશમાં જશ્નનો માહોલ છવાયો છે. દેશ અને ગુજરાત રાજ્યમાં પણ રામ મંદિર શિલાન્યાસ ને લઇ દરેક વ્યક્તિ અને પક્ષ પોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે ત્યારે મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે નગર પાલિકા ટાઉન હોલ નજીક મોટી સંખ્યામાં વીએચપી,ભાજપ અને રામભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને રામધૂન સાથે “જય શ્રી રામ” ના ગગનભેદી નારાઓ અને ફટાકડા ફોડી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોડાસા ચાર રસ્તા પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દીધો હતો ઉજવણીના પગલે વાહનચાલકોને કોઈ તકલીફ ન પડે તેની પોલીસે ખાસ તકેદારી રાખી હતી