મોડાસા ચાર રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા ભારે અફડાતફડી: જાનહાની ટળી
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા માં વિકાસના કાર્ય ચાલી રહ્યા છે જેમાં મોડાસા ચાર રસ્તા થી બાયપાસ, મોડાસા મેઘરજ રોડ થી બાયપાસ રોડ, મોડાસાથી હજીરા વિસ્તાર ના જે રસ્તાઓ છે તેને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે મોડાસા ચાર રસ્તા પર ચાલી રહી કામગીરીમાં બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા ચાર રસ્તા નજીક માલપુર રોડ પર સવારે વિકાસનું કામ ચાલી રહ્યું હતું
ત્યારે અચાનક વૃક્ષ ધરાશાયી થતાં મોટી જાનહાનિ ટળી હતી. મોડાસા ચાર રસ્તા નજીક રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ખોદકામ દરમિયાન ખાડાઓમાં પાણી ભરાયેલું હતું જેના કારણે જમીન ભેજવાળી થવાથી વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થવાની સાથે આસપાસના લોકોએ બૂમાબૂમ કરતાં આસપાસ બેઠેલા રાહદારીઓ સલામત સ્થળે દોડી જતા જાનહાનિ ટળી હતી. વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
જોકે સવાલ એ થાય છે કે, તંત્ર દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી પર વૃક્ષો બચાવવાની અથવા તો વૃક્ષો ન કાપવા માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે પણ આ પ્રકારના વૃક્ષો ધરાશાયી થતાં જવાબદાર કોણ તે એક સવાલ છે.*