મોડાસા : ચાર રસ્તા પેટ્રોલપંપ નજીક લાકડાના કેબીનમાં આગ લાગતા ભારે અફડાતફડી
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: ઉનાળાની શરૂઆત થતાંની સાથે અરવલ્લી જીલ્લામાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાર રસ્તા પર આવેલ પેટ્રોલપંપ નજીક લાકડાના કેબિનમાં અગમ્ય કારણોસર આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી આગની ઘટનાની જાણ નગરપાલીકા ફાયરબ્રિગેડને જાણ કરતા તાબડતોડ ફાયરફાયટર સાથે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આગ પર ઝડપથી કાબુ મેળવવામાં ફાયરબ્રિગેડની ટીમ સફળ રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો
મંગળવારે રાત્રીના સુમારે મોડાસા ચાર રસ્તા પર આવેલ પેટ્રોલપંપને અડીને આવેલા લાકડાના કેબીનમાં અગમ્ય કારણોસર આગ લાગતા કેબિનમાંથી આગની જ્વાળાઓ બહાર આવવાની સાથે ધુમાડાના ગોટેગોટા નીકળતા નજીક પેટ્રોલપંપ હોવાથી લોકોમાં દોડધામ મચી હતી લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા લાકડાના કેબીનમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયર ફાયટર મશીન સાથે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો નજીકમાં પેટ્રોલપંપ અને કેબીનને અડીને આવેલ દુકાનોમાં આગ પ્રસરતી અટકતા મોટી દુર્ઘટના ટળી હતી પેટ્રોલપંપના સંચાલકો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા