મોડાસા- જવેલર્સની દુકાનમાંથી ત્રણ સોનાની વીંટી ઉઠાવી જનાર બે ગઠિયાને દબોચતી પોલીસ
ભિલોડા: મોડાસા શહેરમાં ચોરી,ચેઈનસ્નેચીંગ અને લૂંટના ગુન્હા બે ખોફ થઈ આચરી રહ્યા છે વેપારીઓ અને શહેરીજનો ધોળા દિવસે પણ અસલામતી અનુભવી રહ્યા છે મોડાસા શહેરના ભરચક વિસ્તાર એવા મેઈન બજારમાં આવેલ રિદ્ધિ જવેલર્સ નામની દુકાનમાં ૧૫ દિવસ અગાઉ ધોળાદહાડે એક યુવક ગઠિયો વીંટી લેવાના બહાને પહોંચી વીંટી ખરીદવાની વાત કરતા ગોરધનભાઈ સોની નામના વેપારીએ વીંટી બતાવતા બે વીંટી જુદી જુદી આંગળી પર પહેરી કાઉન્ટર પર મુકેલી અન્ય એક સોનાની વીંટી ઉઠાવી ભરચક બજારમાં દોટ લગાવી થોડે દૂર તેના સાગરિતે ઉભી રાખેલી બાઈક પર બંને શખ્શો રફુચક્કર થતા વેપારી આબાદ લૂંટાયો હતો
રિદ્ધિ જવેલર્સના મલિક ગોરધન ભાઈ સોનીએ અગમ્ય કારણોસર લૂંટની ઘટના અંગે ૧૧ દિવસ પછી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ૨૨ ડિસેમ્બરે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આજુબાજુમાં લાગેલ સીસીટીવી કેમેરાના આધારે બે ગાઠીયાઓને ૬૦ હજારના મુદ્દામાલ સાથે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
મોડાસાના મેઈન બજારમાંથી ધોળે દહાડે જવેલર્સ પાસેથી ત્રણ સોનાની વીંટી તફડાવી બે ગઠિયા બાઈક પર રફુચક્કર થઇ જતા ટાઉન પોલીસ હરકતમાં આવી હતી ટાઉન પી.આઈ રબારીના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ ટીમે રિદ્ધિ જવેલર્સના આજુબાજુની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે અને બાતમીના સહારે મોડાસા હજીરા વિસ્તારમાંથી રાજેન્દ્રનગર તરફથી બાઈક લઈ આવી રહેલા ૧)નિર્મલસિંહ પરબતસિંહ ચૌહાણ અને ૨) ધવલ મનહરસિંહ ચૌહાણ (બંને રહે, નવા વડવાસા) ને દબોચી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા બંને શખ્શોએ ગુન્હાની કબૂલાત કરી લઈ સોનાની ચોરેલી વીંટીઓ અને બાઈક મળી કુલ.રૂ.૬૦૬૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.