મોડાસા જાયન્ટસે જરૂરિયાતમંદ બાળકો સાથે ખુશીયોના પતંગ ઉડાડ્યા :- પતંગ-ફીરકીનું વિતરણ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેરમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતી જાયન્ટસ મોડાસાની ટીમે કોરોના મહામારીમાં જીવન નિર્વાહ ચલાવવાના લોકોને ફાંફા પડી રહ્યા છે ત્યારે જરૂરિયાતમંદ પરિવારોની હાલત દયનિય બની છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં જાયન્ટ્સ પરિવાર મોડાસા જરૂરિયામંદ બાળકોને પતંગ દોરીનું વિતરણ કરતા બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા
શહેરના રોડ બાજુમાં ઝુપડપટ્ટી બનાવી રહેતા બાળકોના હાથમાં પતંગ-ફીરકી આવતાની સાથે આનંદીત બન્યા હતા.
જરૂરિયાતમંદ પરિવારોને ઠંડી થી ઠૂંઠવાતાં બચાવવા ધાબળા વિતરણ કરવમાં આવ્યા હતા આ પ્રસંગે જાયન્ટ્સ ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન નિલેશ જોશી જાયન્ટ્સ મોડાસા પ્રમુખ નરેન્દ્ર પટેલ,મંત્રી પ્રવીણ પરમાર ધર્મેન્દ્ર ત્રિવેદી,જાયન્ટ્સ સહિયરના દર્શિકા પટેલ, તેમજ નવનીત પરીખ,મુકુંદ શાહ અને ભાવેશ જયસ્વાલ,અમીત કવિ જોડાયા હતા.