મોડાસા જાયન્ટ્સ ગ્રુપે ડોક્ટર ડે ના દિવસે કોરોના વોરિયર્સનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે કોરોના ગ્રસ્ત દર્દીઓ સાથે દુર્વ્યવહાર થતો હોવાની અનેક ઘટનાઓ બની રહી છે લોકો કોરોના પોઝેટીવ દર્દીના પરિવાર સાથે પણ અંતર જાળવતા હોય છે ત્યારે કોરોના પોઝેટીવ અને તેમના સંપર્કમા આવેલા પરિવારજનો અને લોકોની પોતાના પરિવારની ચિંતા કર્યા વગર તબીબો અને આરોગ્ય કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે મોડાસા શહેરમાં કોરોના દર્દીઓ સતત વધી રહ્યા છે જેમને મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે મોડાસા શહેરમાં ડૉક્ટર ડેના દિવસે કોવીડ હોસ્પિટલના ઈન્ચાર્જ તબીબ ર્ડો.યજ્ઞેશ નાયક સહીત કોરોનામાં લોકોની મદદ કરી રહેલા કોરોના વોરિયર્સનું જાયન્ટ્સ મોડાસા ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
જાયન્ટસ ગ્રુપ મોડાસા દ્વારા શ્રી વી એસ શાહ પ્રા.શાળા ના હોલમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કોરોના ના દર્દીઓ સાથે કામ કરતાં તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું અરવલ્લીના મોડાસામાં ઉભી કરાયેલ કોવીડ હોસ્પિટલ ઇન્ચાર્જ ર્ડો.યજ્ઞેશ નાયક,સીડીએચઓ ર્ડો.અમરનાથ વર્મા, ર્ડો. જીજ્ઞા જયસ્વાલ તેમજ વેટરનરી ડોક્ટર રાકેશ જોષી નું સન્માન કરવામાં આવ્યું હતું કોરોના અંગે જનજાગૃતિ કરનાર સમાજસેવી પ્રવીણ પરમાર, મોહાદિસે આજમ નામની સંસ્થા અને તેમના સદસ્ય તારિક બાંડી, અશોક રાઠોડ, જાયન્ટ્સ મોડાસાના રાકેશ પટેલ ,જય અમીન નું સન્માન જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના ઉપ પ્રમુખ નીલેશ જોષી, મોડાસા પ્રમુખ નરેન્દ્ર પટેલ શ્રીનાથ કો.ઓ.બેન્ક ના ચેરમેન સુરેન્દ્ર શાહ, મુકુન્દ શાહ અમિત કવિ અને જાયન્ટ્સના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું