મોડાસા : જાયન્ટ્સ પરિવારે બાળકો અને વૃધ્ધોને સ્વેટર અને ધાબળાની હૂંફ
અરવલ્લી જીલ્લામાં સતત કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં પારો નીચે ઉતરતા હાડ થીજવતી ઠંડીથી બચવા લોકો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે મોડાસા શહેરમાં સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા જાયન્ટ્સ પરિવારે શહેરના જરૂરિયાતમંદ બાળકો અને વૃધ્ધોને ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી સ્વેટર અને ધાબળાનું વિતરણ કરી માનવતાની હૂંફ આપવાનો પ્રયત્ન કર્યો હતો
જાયન્ટસ મોડાસાએ બાળકો ને સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું હતું મોડાસા જાયન્ટ સતત જરૂરિયાત મંદ લોકો માટે કામ કરતું રહ્યું છે. હાલ ઠંડીની સીઝનમાં બાળકો વૃદ્ધો ઠંડી થી ધ્રુજી રહ્યા છે ત્યારે જાયન્ટસ ઝોન ઉપપ્રમુખ નિલેશ જોશી એ જરૂરિયાત મંદો માટે સહાય રૂપ કઈ રીતે થઇ શકે.
તે અંગે જાયન્ટ્સ પરિવારના સદસ્યો સાથે વિચાર વિમર્શ કરી સ્વેટર અને ધાબળા આપવાનું નક્કી કરી શહેરના માલપુર રોડ ઉપર પંડ્યાવાસ, તેમજ આજુબાજુના વિસ્તારના બાળકો ને સ્વેટર અને વૃદ્ધો ને ધાબળા વિતરણ કરતા બાળકો અને વૃધ્ધોમાં આનંદ છવાયો હતો આ સેવાકીય પ્રવૃત્તિમાં ટ્રસ્ટી નિલેશ જોશી, જાયન્ટ ના પ્રમુખ નરેન્દ્ર પટેલ,જાયન્ટ ના મંત્રી પ્રવીણ પરમાર અને સભ્યો અમિત કવિ,ગીતાબેન પટેલ અને પીઢ પત્રકાર ભરત કડિયા પણ જોડાયા હતા પંડયાવાસના આગેવાનો જાયન્ટ્સની સેવાકીય પ્રવૃત્તિની સરહાના કરી હતી