Western Times News

Gujarati News

મોડાસા ટાઉન પોલીસની આંખ નીચે ચાલતા વરલી-મટકાના સ્ટેન્ડ પર સ્ટેટ વિજિલન્સ ત્રાટકી ૬ શખ્શોને દબોચ્યા : મુખ્ય આરોપી ફરાર 

પ્રતિનિધિ દ્વારા   ભિલોડા: મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં દારૂ-જુગારની બદી ફૂલીફાલી છે શહેરમાં પોલીસતંત્રના છુપા આશીર્વાદ નીચે ગેરકાયદેસર પ્રવૃતિઓ મોટા પાયે ધમધમી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

ત્યારે સ્ટેંટ વિજિલન્સની ટીમે મોડાસા શહેરમાં ચાલતા વરલી-મટકાનાં સ્ટેન્ડ પર ત્રાટકી ૬ શખ્શોની ધરપકડ કરી ૨૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો મોડાસા શહેરમાં વરલી-મટકાના સ્ટેન્ડ ચલાવતો સમ્સુદ્દીન મોટુમીયા મલેક નામનો શખ્સ ફરાર થઈ જતા સ્ટેટ વિજિલન્સની ટીમે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ મોડાસા ટાઉન પોલીસને સુપ્રત કરી હતી સ્ટેટ વિજિલન્સ ના દરોડાથી સ્થાનિક પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો જુગારીઓમાં નાશભાગ મચી હતી

પ્રાપ્ત માહિતી શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સમસુ મલેક નામનો શખ્શ વરલી-મટકાના સ્ટેન્ડ ચલાવી રહ્યો છે વરલી-મટકાનો જૂગારની લતમાં અનેક પરિવારો બરબાદીની ગર્તામાં ધકેલાઈ ગયા છે કેટલાક યુવાનો તો પરિવારજનોની જાણ બહાર વ્યાજે રૂપિયા લઈ જુગારની લત સંતોષી વ્યાજના ખપ્પર ઘર-બાર ગુમાવી ચુક્યા છે

શહેરમાં ઠેર ઠેર ધમધમતા વરલી-મટકાનાં સ્ટેન્ડ અંગે ટાઉન પોલીસને ખબર જ ન પડી અને સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી ૬ શખ્શોને દબોચી લેતા ટાઉન પોલીસ સ્ટેશનની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે સમસુ મલેકે હપ્તારાજ ની ફેલાયેલી જાળમાં ભલભલા અધિકારીઓ અને કર્મચારીઓ સપડાઈ જતા હોવાથી શહેરમાં વરલી-મટકાનો જુગાર ધમધમી રહ્યો છે વરલી-મટકાના સ્ટેન્ડની આજુબાજુ પોલીસજીપ અને બાઈક પર પોલીસના આંટાફેરા મારતા દર્શ્યો દરરોજના બન્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

સ્ટેટ વિજિલન્સની ટીમે સોમવારે સાંજના સુમારે મોડાસા શહેરમાં ધમધમી રહેલા વરલી-મટકાના સ્ટેન્ડ પર ત્રાટકી ૧)પરબત ગોગજીભાઈ ભોજીયા,2)ભુપેન્દ્ર સોમાલાલ દરજી ,3)સલીમ બદાલમિયાં જમાદાર ,4) મહંમદ રસીદ મહંમદ હસન પઠાણ ,5)મોહમ્મદ ઇશાક દિલાવરમિયા જમાદાર,6) અબ્દુલ રહીમ યુસુફમીયાં જમાદાર, ઝડપી પાડી વરલી-મટકા માં લાગવેલ નાણાં , મોબાઇલ ,વરલી-મટકાના આંકડા લખવાની સામગ્રી મળી કુલ.રૂ.૨૭૦૧૦/- નો મુદ્દામાલ ઝડપી સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પડતા ફરાર થઈ ગયેલા સમ્સુદ્દીન મોટુમીયા મલેક વિરુદ્ધ જુગારધારા ક્લમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.