મોડાસા ટાઉન પોલીસે ઇ – ગુજકોપ પોકેટ કોપ એપથી મારામારીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને દબોચ્યો
મોડાસા ટાઉન પી.આઈ સી . પી . વાઘેલાના માર્ગદર્શ હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પોલીસ કર્મચારી દોલતસિહ , અભેસીંહ ,નરેન્દ્રસીંહ ,અતુલકુમાર , નરેશકુમાર,પરેશકુમારની ટીમે મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે મોડાસા ટાઉન પો . સ્ટેમાં ઇ . પી . કો કલમ ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ફારૂકભાઇ યુસુફભાઇ શેખ રહે – મોડાસા ધોબીઢાળ નાઓ મોડાસા ખાતે પોતાના ઘરે આવવાનો છે
તેવી ચોકકસ બાતમીના આધારે મોડાસા ધોબીઢાળ ખાતે આરોપીની વોચ ગોઠવી ધોબીધાળ નજીક થી ફારૂકભાઇ ઉર્ફે ડેટીયો યુસુફભાઇ શેખ રહે . મોડાસા ધોબીઢાળ ને ઝડપી પાડી ગુજકોપ પોકેટ કોપ મોબાઇલની મદદથી રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરતાં ફારૂક મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતો ફરતો હોઇ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . મોડાસા ટાઉન પોલીસ ઇ – ગુજકોપ પોકેટ કોપ મોબાઇલની મદદથી છેલ્લા એક વર્ષથી મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી હતી