મોડાસા ટાઉન પોલીસે કતલખાને પહોંચે તે પહેલા ૭ પશુઓને બચાવી લીધા
બે શખ્શોની ધરપકડ, એક આરોપી ફરાર
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે મોડાસા ટાઉન પોલીસે માજુમ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં કતલખાને ખસેડવા બાંધી રાખેલ ૫ ગૌવંશ અને ખાલીકપુર નજીકથી છોટા હાથીમાં કતલખાને લઇ જવાતા બે બળદ સાથે બે શખ્શોની અટકાયત કરી ૨.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
લોકડાઉનની અમલવારીમાં વ્યસ્ત બનેલી પોલીસનો લાભ અસામાજિક તત્વો લઇ રહ્યા છે મોડાસા ટાઉન પીઆઈ સી.પી વાઘેલા અને તેમની ટીમે માજુમ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં બાવળના ઝાડ સાથે બે ગાય અને ત્રણ બળદ બાંધી રાખી કતલ માટે બાંધી રાખ્યા હોવાની બાતમી મળતા રેડ કરી ૫ ગૌવંશને બચાવી લીધું હતું પોલીસરેડ જોઈ કસાઈ ઇશાક હસન મુલતાની ફરાર થઇ જતા ૨ ગાય અને ત્રણ બળદ કીં.રૂ.૬૫૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કસાઈને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા