મોડાસા ટાઉન પોલીસે જુગાર રમતા ૮ શકુનિઓની અટકાયત કરી
૧,૫૮,૫૫૦નો મુદ્દામાલ જુગારીઓ પાસેથી ઝડપ્યો
સોમવારના રોજ મોડાસા ટાઉન પોલીસ સર્વેલન્સ સ્કોડના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળતાં પોલીસે બાજકોટ છાપરા ગામની સીમમાંથી નદિના કિનારે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૮ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ૧,૫૮,૫૫૦નો મુદ્દામાલ ઝડપી જુગારીઓની અટકાયત કરી હતી. પોલીસે જુગારીઓની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દારૂ જુગારની બદીને રોકવા માટે પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે. દરમિયાન મોડાસા ટાઉન પીઆઈ એન.કે.રબારી અને સર્વેલન્સ સ્કોડના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બાજકોટ છાપરા ગામની સીમમાં નદીના પટમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીને આધારે પોલીસે ચાણક્ય સ્કૂલની સામે માજુમ નદીના કિનારે તપાસ કરતાં નદીની ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હતો. દરમિયાન પોલીસે રેઈડ કરી ૮ ઈસમો સાથે ૧૦,૦૫૦ની રોકડ, ૧૩,૫૦૦ના મોબાઈલ, ત્રણ મોટરસાઈકલ જેની કિંમત રૂા.૧,૩૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૫૮,૫૫૦નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે અટકાયત કરેલ જુગારીઓ 1)પ્રકાશભાઈ સવજીભાઈ સલાટ (મારવાડી) 2)બાબુભાઈ ઉર્ફે ભોલ્યો લીંબાભાઈ બોદર 3)રમેશભાઈ ચંદુભાઈ થોરી 4)સુનિલભાઈ ભુપતભાઈ ઠાકોર 5)રૂચિતભાઈ મુકેશભાઈ બામણિયા 6)રમેશભાઈ લક્ષ્મણભાઈ થોરી 7)જયપાલભાઈ ઉર્ફે બોડો સોમાભાઈ કટારા 8)નીતીનભાઈ ઉર્ફે ભય્યો બચુભાઈ ગરાસીયા (તમામ રહે.મોડાસા સર્વોદયનગર ડુંગરી)