મોડાસા ટાઉન પોલીસે લીમડા તળાવ પાસેથી ટીઆગો કારમાંથી ૨૬ કિલો સોપારીનો જથ્થો જપ્ત કર્યો
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં ગત તા.૨૫ માર્ચથી સતત લોકડાઉન ચાલી રહ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં તો વધારો થયો છે પરંતુ પાન, મસાલા, સિગારેટના અને સોપારી, તામુકાના ડબ્બાઓના ભાવમાં ત્રણ થી ચાર ગણો વધારો થઈ ગયો છે.મોડાસા શહેરમા બે થી ત્રણ બની બેઠેલા બાતમીદારો લઘુમતી વિસ્તારમાં પાન-મસાલા, ગુટખા, સોપારી વેંચતા નાના-મોટા વેપારીઓની બાતમી આપતા બાતમીદારો સાથે સાંઠગાંઠ ધરાવતા કેટલાક પોલીસ કર્મીઓ વેપારી કે પાનના ગલ્લા ધારક પાસે પહોંચી કાયદાનો ડર બતાવી રૂપિયા ખંખેરી લેતા હોવાની અને બાતમીદારો વેપારી પાસેથી માલ પડાવી લઈ બારોબાર વેપલો કરી તગડો નફો રળી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
મોડાસા શહેરમાં સોપારીનો ગેરકાયદેસર વેપલો મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે રાત પડતાની સાથે અનેક લોકો પોલીસની આંખ નીચે વિવિધ વાહનો મારફતે અરવલ્લી સહીત અન્ય જિલ્લામાં સોપારીનો ગેરકાયદેસર વેપલો કરી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસે લીમડા તળાવ નજીકથી બાતમીના આધારે પસાર થતી ટીઆગો કાર (ગાડી.નં-GJ 18 BH 7806 ) ને અટકાવી તલાસી લેતા કારમાંથી સોપારી ટુકડા કી.ગ્રા.૨૬ કીં.રૂ.૧૦૪૦૦/- ના જથ્થા સાથે મોહમ્મદ સલીમ મુસાભાઇ બાયડીયા (રહે,ઘાંચીવાડા,મોડાસા) ને દબોચી હતો મોડાસા ટાઉન પોલીસે મોહમ્મદ સલીમ મુસાભાઇ બાયડીયા (રહે,ઘાંચીવાડા,મોડાસા) વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી