Western Times News

Gujarati News

મોડાસા ટાઉન પોલીસે હજીરાના ખાડામાંથી ૧૨૦૦ લીટર બાયોડીઝલ સાથે ત્રણને ઝડપ્યા

ધનસુરા પોલીસે એક્ટિવામાંથી ૧૨ બોટલ દારૂ ઝડપ્યો 

અરવલ્લી જીલ્લામાં કેમિકલવાળું બાયોડીઝલનો વેપલો ફૂલોફાલ્યો છે જીલ્લામાં સતત બાયોડીઝલનો જથ્થો ઝડપાઈ રહ્યો છે બાયોડીઝલ નામે કેમિકલ પ્રવાહીના વેચાણમાં બમણો નફો હોવાથી અસામાજિક તત્વોનો ડોળો હવે ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ પર ઠર્યો છે જીલ્લામાં દરરોજ હજ્જારો લીટર બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યું છે

મોડાસા ટાઉન પોલીસે હજીરાના ખાડા વિસ્તારમાં બાયોડીઝલ વેચાણ થતું હોવાની બાતમી મળતા રેડ કરી દુકાન અને પીકઅપ ડાલામાં ભરી રાખેલ ૧૨૦૦ લીટર જથ્થો જપ્ત કરી ત્રણ શખ્શોને ઝડપી લીધા હતા ધનસુરા પોલીસે નવલપુર પાસેથી એક્ટિવામાં સંતાડીને લઇ જવાતી વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે રાજસ્થાનના બે બુટલેગરોને દબોચી લીધા હતા


મોડાસા ટાઉન પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે હજીરા વિસ્તારમાં પેટ્રોલિંગ હતી ત્યારે ખાડા વિસ્તારમાં એક દુકાન અને પીકઅપ ડાલામાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમી મળતા તાબડતોડ ખાડા વિસ્તારમાં ત્રાટકી પીકઅપ ડાલું (ગાડી.નં-GJ 09 V 8596) અને દુકાનમાંથી બાયોડીઝલ ભરેલ બેરલ નંગ-૬ માંથી ૧૨૦૦ લીટર કીં.રૂ.૬૦૦૦૦/-જપ્ત કરી બાયોડીઝલનો ગેરકાયદેસર વેપલો કરનાર ૧)સલ્લાઉદીન હબીબભાઇ પટેલ (રહે,રોનક સોસાયટી,મોડાસા), ૨)ઈદ્રીશ નૂરમોહમ્મદ ખીરા( રહે,ખંભોરીયા-દેવભૂમિ દ્વારકા) અને ૩)અનીસ અનાવરભાઈ સુમરા(રહે,શ્રીનગર સોસાયટી-ઇડર) ને ઝડપી પાડી બાયોડીઝલ અને પીકઅપ ડાલુ,મોબાઈલ મળી કુલ રૂ.૨૬૦૫૦૦/- નો  મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ધનસુરા પીએસઆઈ પી ડી રાઠોડ અને તેમની ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન નવલપૂર પાસેથી પસાર થતા એક્ટિવા (ગાડી.નં-GJ 27 CH 1218) ને અટકાવી તલાસી લેતા એક્ટિવા માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કીં.રૂ.૭૨૦૦/- જપ્ત કરી ૧)ઉત્તમસિંહ દેવીસિંહ રાજપૂત અને ૨) હરિસિંહ જવાનસિંહ પરમાર (રહે,રાજસ્થાન) ને ઝડપી પાડી એક્ટિવા અને મોબાઈલ નંગ-૨ તથા વિદેશી દારૂ મળી કુલ.રૂ.૩૯૨૦૦/- નો જથ્થો જપ્ત કરી બંને શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.