મોડાસા તાલુકામાં જીતપુર-મરડીયા હાઈસ્કૂલનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૮૫.૫૦ ટકા પરિણામ
સાકરીયા: મોડાસા તાલુકામાં જીતપુર(મરડીયા)ની શ્રીમતી સી.એમ.સુથાર હાઇસકલનું માર્ચ.૨૦૨૦ની ધો.૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષાનું ૮૫.૫૦ ટકા ગૌરવવંતુ પરિણામ આવ્યું છે જે ઉ.મા.શિક્ષણ બોર્ડના ૭૬.૨૯ ટકા પરિણામ,અરવલ્લી જિલ્લાનું પરિણામ ૮૧.૪૪ ટકાની તુલનામાં પણ આ શાળાનું ઊંચું પરિણામ આવતા જીતપુર કેળવણી મંડળના પ્રમુખ શામળભાઈ એમ.પટેલ અમે મંત્રી હીરાભાઇ ડી.પટેલ , ઇ.આચાર્ય ગંભીરસિંહ મકવાણાએ તમામ ઉત્તીર્ણ છાત્રોને અને શાળા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.