મોડાસા તાલુકામાં સ્વામી વિવેકાનંદ જ્યંતિ ઉજવાઈ
મોડાસા: અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકા મંડલો ને આવરી લઈને આજે સ્વામી વિવેકાનંદ જયંતિએ નાગરિક સંશોધન કાયદા અંગે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
મોડાસા તાલુકામાં જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોરની ઉપસ્થિતિમાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.મોડાસા તાલુકામાં શીણાવાડ, અમલાઈ, ખુમાપુર સહિતના ગામોમાં આ કાર્યક્મોમાં ભીખાજી ડામોર ઉપરાંત અનુ.જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઇ પરમાર,તાલુકા ભાજપના પ્રમુખ ભીખુસિંહ એચ. પરમાર(વડવાસા),
તાલુકા મહામંત્રી રમેશભાઈ પટેલ,અંકિતભાઈ પટેલ સહિત કાર્યકરો જોડાયા હતા.