મોડાસા તાલુકા પંચાયત ટીંટોઈ-૨ સીટ પર આપના રાહુલ સોલંકીનો વિજય
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં જીલ્લા પંચાયત,૬ તાલુકા પાંચાયત અને મોડાસા-બાયડ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે જીલ્લાના રાજકારણમાં AIMIM અને આમ આદમી પાર્ટી પણ એન્ટ્રી થઇ છે મોડાસા નાગરપાલિકામાં AIMIM એ કોંગ્રેસમાં ગાબડું પાડી વિરોધ પક્ષનું સ્થાન છીનવી લીધું છે
ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે મોડાસા તાલુકા પંચાયતની ટીંટોઈ -૨ સીટ પર આમ આદમી પાર્ટીના યુવાન ઉમેદવાર રાહુલ સોલંકીનો ૧૬ મતથી ભવ્ય વિજય થતા આમ આદમી પાર્ટીમાં ભારે ઉતસાહનો માહોલ જોવા મળી રહ્યો છે
અરવલ્લી જીલ્લામાં ભાજપની સુનામી સામે મોડાસા તાલુકા પંચાયતની ટીંટોઈ-૨ બેઠક પર આમ આદમી પાર્ટીના નવ યુવાન ઉમેદવાર અને ૧૦૮ ના હુલામણા નામથી જાણીતા રાહુલ કચરા ભાઈ સોલંકીનો ભવ્ય વિજય થતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે સન્નાટો જોવા મળ્યો હતો આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થતા ભાજપ અને કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ પણ ચોકી ઉઠ્યા હતા
આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ સોલંકી ૧૬ મત થી વિજેતા જાહેર થતાની સાથે તેમના ટેકેદારો વિજયોત્સવ મનાવવાની શરૂ કરી દીધું હતું આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર રાહુલ સોલંકીએ તેમના મત વિસ્તારમાં ઝડપથી વિકાસના કામો થાય અને તેમના મત વિસ્તારમાં પ્રજાલક્ષી કાર્યો માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે તેમજ તેમના મત વિસ્તારના લોકોની મદદ માટે કે કોઈ પણ સમસ્યા માટે ૨૪ કલાક તેમના ઘરના દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું અને સામાન્ય સીટ પરથી વિજય બનાવવા મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો