મોડાસા તાલુકા ભાજપના પ્રમુખ-મહામંત્રીઓની નિયુક્તિ કરાઈ
મોડાસા : અરવલ્લી જિલ્લામાં આજરોજ જુદા-જુદા તાલુકાઓમાં સંગઠન સંરચના બેઠકો હાથ ધરાતાં મોડાસા તાલુકા ભાજપની સંગઠન સંરચના બેઠક સંરચના અધિકારી રમણલાલ સોલંકી,જિલ્લા મહામંત્રી શામળભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાતાં પ્રમુખ તરીકે ભીખુસિંહ હિમતસિંહ પરમાર(વડવાસા) જ્યારે મહામંત્રી તરીકે રમેશભાઇ પ્રભુદાસભાઈ પટેલ(મોટી ઇસરોલ) અને અંકિતભાઈ પટેલ(ખલીકપુર)ની નિયુક્તિની જાહેરાત કરવામાં આવતાઉપસ્થિત કાર્યકરોએ નવ નિયુક્ત ત્રણેય હોદ્દેદારોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ બેઠકમાં જિલ્લા મહામંત્રી ધિમંતભાઈ પટેલ, સાબરડેરીનાના ડિરેક્ટર ભીખુસિંહ પરમાર , તાલુકા ભાજપના પ્રમુખ હસમુખભાઈ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા