મોડાસા : દધાલિયા સ્ટેટના રાજવી વીરભદ્રસિંહ સીસોદીયાનું નિધન
પાલખીયાત્રામાં રાજવી પરીવાર સહીત હજ્જારો લોકો જોડાયા,ગામ શોકાતુર
મોડાસા તાલુકાના દધાલિયા સ્ટેટના ઠાકોર સાહેબ સ્વ.વીરભદ્રસિંહ તખતસિંહ સીસોદીયાનું સોમવારના રોજ દુઃખદ નિધન થતા દધાલિયા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે ઠાકોર સાહેબની નીકળેલી પાલખી યાત્રા (અંતિમ યાત્રા)માં તેમના અંતિમ દર્શનાર્થે રાજવી પરિવારો, રાજકીય આગેવાનો અને દધાલિયા પંથકના હજારો લોકો જોડાયા હતા.
દધાલિયા સ્ટેટના રાજવી પરિવારના ૬૭ વર્ષીય વીરભદ્રસિંહ તખતસિંહ સિસોદીયાનું સોમવારે આકસ્મીક નિધન થતા મંગળવારે સવારે દરબારગઢ ખાતેથી નીકળેલ પાલખીયાત્રા ગામના રાજમાર્ગો પરથી પસાર થતા ગામ શોકાતુર બન્યું હતું પાલખીયાત્રામાં ઠેર – ઠેર ફુલહાર અને અશ્રુભીંની આંખે સન્માનથી ઠાકોર સાહેબને વિદાય આપવા કહીં શકાય કે માનવ મહેરામણ ઉમટયો હતો. જેમાં રાજવી પરિવારના અગ્રણીઓ સહિત રાજકીય, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પાલખી યાત્રા બાદ અગ્નિ સંસ્કાર કરાયા હતા અને હજારો લોકોના હૃદયમાં વસતા ઠાકોર સાહેબનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.