મોડાસા નગરપાલિકાના નવીન કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ભિલોડા, ૨૪ નવેમ્બર ૨૦૧૦ માં ૭ કરોડના ખર્ચે મોડાસા બસ સ્ટેન્ડ પાછળ મામલતદાર કચેરીનું અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું માર્ગ અને મકાન વિભાગના મંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવરચિત અરવલ્લી જીલ્લા કલેક્ટર કચેરી માટે પણ આજ બિલ્ડિંગમાં જગ્યા ફાળવવામાં આવી હતી આ અદ્યતન બિલ્ડિંગમાં કાર્યરત જીલ્લા કલેકટર કચેરી અને મામલતદાર કચેરી શામળાજી રોડ પર આવેલા નવીન જીલ્લા સેવાસદન કચેરીમાં ખસેડાતા બિલ્ડીંગ ખાલી પડતા આ બિલ્ડીંગ મોડાસા નગરપાલિકા કચેરીને માંગ ઉઠી હતી મોડાસા નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ અને ચીફ ઓફિસર પ્રણવ પારેખે રાજ્ય સરકારમાં યોગ્ય રજુઆત કરતા જવાબદાર તંત્રએ અદ્યતન બિલ્ડીંગ નગરપાલિકાને સુપ્રત કરતા નગરપાલિકા તંત્ર દ્વારા લોકાર્પણ અને ગૃહ પ્રવેશ વિધિ યોજાઈ હતી આ પ્રસંગે જીલ્લા કલેકટર એમ.નાગરાજન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નગરપાલિકાની મુખ્ય કચેરી બજારમાં હોવાથી શહેરીજનોને ભારે અગવડતા અનુભવવી પડતી હતી બસ સ્ટેન્ડ પાછળ આવેલ જૂની કલેક્ટર કચેરીનું અદ્યતન બિલ્ડીંગ નગરપાલિકાને ફાળવવામાં આવતા ૨૨ જુલાઈ-૧૯ ને સોમવારના રોજ નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પૂર્વ પ્રમુખ અને નગરસેવક વનિતા બેન પટેલ તથા ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ કોર્પોરેટરો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મોડાસા નગર પાલિકાની નવીન કચેરીનું લોકાર્પણ થતા શહેરીજનોમાં આનંદ છવાયો હતો. મોડાસા બસસ્ટેન્ડ પાછળ આવેલી સોસાયટીઓના પ્રમુખ, મંત્રીઓ અને પ્રજાજનો પણ લોકાર્પણ કાર્યમાં સહભાગી બન્યા હોવાનું અરવલ્લી સોસાયટી વિકાસ મંડળના પ્રમુખ દિલીપ પટેલે જણાવ્યું હતું.