Western Times News

Gujarati News

મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારોએ પડતર માંગણીઓને લઈને હડતાલ પર

સફાઈ કામદારોનું શોષણ બંધ કરવાની માંગ 

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા:

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારો તેમની વર્ષો જૂની માંગણીઓ નહીં સંતોષાતા ૧૫ દિવસ અગાઉ નગરપાલીકા તંત્રમાં રજુઆત કરી હતી તેમ છતાં તંત્રએ સફાઈ કામદારોની માંગણીઓ સામે આંખ આડા કાન કરતા આખરે નગરપાલિકા સફાઈ કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે મોડાસા ટાઉનહોલ ખાતે એકઠા થઇ સફાઈ કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો

મોડાસા નગર પાલિકાના ૧૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ વિવિધ પડતર માગણીને લઇને હડતાલ પર ઉતરી ગયા છે ત્યારે મોડાસા શહેર ના નગરપાલિકામાં કામ કરતાં સફાઈ કર્મચારી એ પોતાની પડતર માંગણીઓને લઇને ટાઉનહોલ ખાતે આંદોલન પર બેસી ગયા હતા અને ન્યાયની માંગ કરી રહ્યા છે સફાઈ કર્મચારીઓની વર્ષો જૂની માંગ છે કે તેઓને યોગ્ય વેતન મળતું નથી આ સાથે જ સાતમા પગાર પંચનો લાભ ઘણા સમયથી ટલ્લે ચડ્યો છે તે પણ આપવામાં નથી આવતો એટલું જ નહીં ખાલી પડેલી વિવિધ જગ્યાઓમાં વર્ષોથી ભરતી કરવામાં નથી

આવતી તેમજ આઉટસોર્સીંગ થી કરવામાં આવી રહેલ સફાઈ કર્મચારીઓની ભરતીમાં સફાઈ કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે તદઉપરાંત નગરપાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે નિવૃત્ત થયેલા કર્મચારીઓને નિવૃત્તિ પછી લાભ પણ મળી રહ્યો નથી સહિતની વિવિધ માંગણીઓને લઇને મોડાસા નગરપાલિકા માં કામ કરતાં સફાઈ કર્મચારીઓ એ આંદોલન પર બેસી ગયા છીએ જોકે હવે આ આંદોલન ક્યાં સુધી ચાલે છે તે જોવું રહ્યું  સફાઇ કામદારોની જ્યાં સુધી તેમની ૭ જેટલી પડતર માંગણીઓ નહીં સંતોષાય તો કામથી અળગા રહી હડતાલ યથાવત રહેશેની ચિમકી ઉચ્ચારી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.