મોડાસા નગરપાલીકાની ગટરની કુંડીના ૧૨ સ્થળેથી ઢાંકણ તફડાવતાં ચોરો
નગરપલિકા ચોર ટોળકીથી ત્રાસી ટાઉન પોલીસના શરણે
મોડાસા શહેરમાં ફરી ગટરના ઢાંકણા ચોરવાનું પ્રમાણ વધી ગયું છે રાત્રિ થતાની સાથે ગટરના ઢાંકણ ચોરનાર ચોર ભારે વજન ધરાવતાં ઢાંકણા ઉચકીને બિન્દાસ્ત ફરાર થઈ જાય છે મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર પરની જાળીઓ ચોરાવાની સતત ઘટનાથી નગરપાલિકા તંત્ર તોબા પોકારી ઉઠ્યું છે ટૂંકા સમયગાળામાં ૧૨ થી વધુ સ્થળેથી લોખંડની જાળીઓ ચોરાઈ હોવાનું બહાર આવતા તંત્ર ચોકી ઉઠ્યું છે મોડાસા શહેરમાં નશેડીઓ અને અસામાજીક તત્ત્વો ગટરના ઢાંકણ તફડાવી તેમની તલબ છુપાવતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે નગરપાલિકા તંત્ર ગટર ચેમ્બર પર સત્વરે નવી જાળી નાખે તેવી લોક માંગ પ્રબળ બની છે
મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર અને સ્ટોર્મ વોટર પાણીના નીકાલ માટે ગટરનું નિર્માણ કરવામાં આવ્યું છે હજુ અનેક વિસ્તારોમાં ગટર યોજના અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે ગટર ચેમ્બર પર લોખંડની મજબૂત વજનદાર ઢાંકણ (જાળી) લગાવવામાં આવી છે ચેમ્બર પર લગાવેલ ઢાંકણ છાસવારે ચોરાઈ જવાની ઘટના બને છે
ગટર ચેમ્બર ખુલ્લી રહેતા રાહદારીઓ અને વાહનચાલકો અફડાઇને પડે તેવી ઘટનાઓ બનાવની એંધાણ વર્તાઈ રહ્યા છે અનેકવાર રાહદારીઓ અને વાહનચાલકો ગટરમાં ખાબક્યા હોવાની ઘટનાઓ પણ નોંધઈ ચુકી છે ત્યારે મોડાસા શહેરની વિવિધ સોસાયટીઓ અને વિસ્તારોમાં ગટરની ચેમ્બર પરની ૧૨ થી વધુ જાળીઓ ચોરાઈ જતા નગરપાલિકા તંત્રએ ચોરોને ઝડપી પાડવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી કાર્યવાહી કરવા માંગ કરી હતી
છાશવારે આવી ઘટના બનતી હોવાથી ગટર ચેમ્બર ખુલ્લી પડી રહેતી હોય છે ત્યારે ખુલ્લી ચેમ્બરમાં બાળક કે વાહનચાલક અજાણતામાં કુંડીમાં ખાબકે તેવા સંજોગો પેદા થયાં છે.