મોડાસા નજીકથી રીઢા પશુ ચોરને દબોચતી પોલીસ, પોકેટ કોપ મોબાઈલની મદદથી ઝડપ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્ત્વોને પગલે બંને વિસ્તાર પશુ ચોરી માટે બદનામ બન્યા છે અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાન સુધી પશુ ચોરી માટે પંકાયેલ કેટલાક શખ્સો હવે પશુ ચોરીમાં રીઢા ગુન્હેગાર બની ગયા છે
છાસવારે પશુ ચોરીની ઘટનાઓમાં ચાંદટેકરી અને રાણાસૈયદ વિસ્તારના લોકોના નામ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે મોડાસા ટાઉન પોલીસે ચાંદટેકરી ચાર રસ્તા પરથી પશુ ચોરીના ગુન્હામાં નાસતો ફરતા રીઢા ગુન્હેગાર ફારૂક પીરૂ મુલતાનીને પોકેટ કોપ મોબાઈલની મદદથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા ટાઉન પીઆઈ સી પી વાઘેલા અને તેમની ટીમ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે કુખ્યાત પશુ ચોર ફારૂક પીરૂ મુલતાની મોડાસા બાયપાસ રોડ ચાંદટેકરી નજીક પાસે આવવાનો હોવાની બાતમી મળતા પી.આઈ.વાઘેલા અને તેમની ટીમે ચાંદટેકરી ચાર રસ્તા પર વોચ ગોઠવી દીધી હતી
બાતમી આધારિત શખ્શ આવતા પી આઈ વાઘેલાએ ઝડપી લઈ ઈ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલની મદદથી રેકર્ડ પર ખાત્રી કરી પશું તસ્કરીના આ રીઢા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો રીઢા પશુચોર માટે પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશન જેલના સળિયા પાછળ ધકેલવામાં મહત્વની સાબિત થઇ હતી