મોડાસા :નરોડાના શખ્શે ડેપ્યુટી ડીડીઓ તરીકે ઓળખ આપી બે યુવતીઓને સચિવાલયમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખ્ખો ખંખેર્યા


કોમ્પ્યુટર ક્લાસ ટીચર યુવતીને વાત કરતા તે યુવતી પણ સરકારી નોકરીની લાલચમાં આવી જતા બંને યુવતીઓને વિશ્વાસમાં લઈ ઠગે બંને યુવતીઓ પાસેથી કુલ રૂપિયા ૧૦,૬૧,૦૦૦/- ની છેતરપીંડી કરી પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં નખાવી નોકરીના કોઈ ઓર્ડર આપ્યા નથી અને રૂપિયા પણ પરત ન આપતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ઠગ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસા શહેરના કુંભારવાડામાં રહેતી ફાલ્ગુનીબેન હીરાભાઈ પ્રજાપતિ અને સોહાના નામની બંને યુવતીઓને હાલ અમદાવાદ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ ચંદુભાઈ પટેલે સચિવાલયમાં કલાર્કની નોકરી આપવાની લાલચ આપી છેતરપીંડી કરાઈ હતી. ફાલ્ગુનીબેન ને ધુ્રપાબેન સાથે મિત્રતા થઇ હતી અને તેઓએ કહયુ હતું કે સ્ટાફમાં નોકરી કરતા શિક્ષકના ઓળખીતા જીતેન્દ્રકુમાર ચંદુલાલ પટેલ સચિવાલયમા ડેપ્યુટી ડી.ડી.ઓ.તરીકે નોકરી કરે છે અને તેઓ મારા પણ પરીચયમાં છે.જેથી તેઓએ કહેલ કે ગાંધીનગર સચિવાલયમાં કલાર્કની ભરતી થવાની છે
મોડાસાની આ બંને યુવતીઓ નોકરી માટે લલચાઈ હતી.અને સચિવાલયમાં કલાર્કની નોકરી માટે ફાલ્ગુનીબેને રૂ.૬,૫૫,૫૦૦/- અને સોહાના એ રૂ.૪,૦૫,૫૦૦/ મળી કુલ રૂપિયા ૧૦,૬૧,૦૦૦/- રૂપિયા તબક્કાવાર જીતેન્દ્રકુમાર ચંદુલાલ પટેલને આપ્યા હતા.પરંતુ દોઢ વર્ષ જેટલો સમયગાળો થયો છતાં નોકરીના કોઈ ઓર્ડર ન મળતાં પોતે છેતરાયા હોવાનું માલુમ પડયું હતું.