મોડાસા પોલીસે પલ્સર પર દારૂની ખેપ મારતા બે બુટલેગરને ૩૬ બોટલ સાથે દબોચ્યા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોના કહેર વચ્ચે પણ બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અવનવા કીમિયા અપનાવી રહ્યા છે અરવલ્લી પોલીસતંત્ર જીલ્લાના માર્ગો પરથી થતી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે મોડાસા રૂરલ પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી અટકાવવા સઘન પેટ્રોલીંગ હાથધરી દધાલિયા નજીક પલ્સર બાઈક પર દારૂની ખેપ મારી રહેલા બે બુટલેગરોને દબોચી લઈ તેમની પાસે રહેલા ગુટખાના થેલામાંથી ૩૬ બોટલ વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વિદેશી દારૂ ભરી આપનાર જીતપુર (કુડોલ)ના સ્થાનીક બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા રૂરલ પીઆઈ એમ.બી.તોમરને પલ્સર બાઈક પર વિદેશી દારૂ ભરી બે બુટલેગરો કુશ્કી ગામ બાજુથી દધાલિયા તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા તાબડતોડ દધાલિયા ગામની સીમમાં પહોંચી નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું બાતમી આધારિત પલ્સર બાઈક આવતા પોલીસે કોર્ડન કરી અટકાવી બાઈક પર રહેલા થેલામાં ચેક કરતા અંદર થી વિદેશી દારૂની બોટલ નંગ-૩૬ કીં.રૂ.૧૮૦૦૦ /- નો જથ્થો જપ્ત કરી બાઈક ચાલક ઉમેદપુર(દધાલિયા) ના બુટલેગર ભુપેન્દ્ર બાબુ ખાંટ અને પાછળ બેઠેલા નવા વડવાસાના કલ્પેશ અમીચંદ ચૌહાણની ધરપકડ કરી પલ્સર બાઈક,મોબાઈલ-૨, અને વિદેશી દારૂ મળી કુલ.રૂ.૧૦૮૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ બાઈક પર વિદેશી દારૂ ભરી આપનાર જીતપુર (કુડોલ) ના બુટલેગર વિજય ધૂળા પરમાર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા