મોડાસા પોલીસે રિક્ષામાંથી ૨૪ બોટલ અને રાહદારી પાસેથી ૯૬ બોટલ દારૂ ઝડપ્યો
હોળી-ધુળેટીના પર્વમાં વિદેશી દારૂની ખપત વધુ રહેતી હોવાથી તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બન્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સઘન ચેકીંગ અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરી બુટલેગરોમાં કીમિયા પર પાણી ફેરવી રહી છે ભિલોડા પોલીસે ઇકો કારના ગુપ્ત ખાનામાંથી ૨૯ હજાર થી વધુનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો મોડાસા રૂરલ પોલીસે ટીંટોઈ નજીકથી રીક્ષામાં ૨૪ બોટલ વિદેશી દારૂ ભરી પસાર થતા બુટલેગરને દબોચી લીધો હતો તેમજ રાજેન્દ્ર નગર ચોકડી નજીક ઉભેલા રાહદારીના થેલામાંથી ૯૬ બોટલ દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જીલ્લામાં સતત ત્રીજા દિવસે બુટલેગરો પર પોલીસ પકડ જોવા મળી હતી
ભિલોડા પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે ટાકાટુકા ગામ નજીક સીલાદ્રી ગામ તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા ઇકો કારમાં દારૂ ભરી આવતા શખ્સો પોલીસ નાકાબંધી જોઈ ઇકો કાર પાછી વાળી નાસવા જતા ઇકો કાર પાછી વાળવામાં બુટલેગરો થાપ ખાઈ જતા પોલીસ પકડ થી બચવા કાર રોડ પર મૂકી નજીક જંગલમાં નાસી છૂટતા ભિલોડા પોલીસે ઈકો કારની તલાસી લેતા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની બોટલ-ક્વાટર નંગ-૧૪૪ કીં.રૂ.૨૯૨૩૨/- તેમજ કારની કીં.રૂ.૩ લાખ મળી કુલ રૂ.૩૨૯૨૩૨/-નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા રૂરલ પીએસઆઈ પી.ડી.રાઠોડ અને તેમની ટીમે ટીંટોઈ નજીક નાકાબંધી કરી બાતમીના આધારે રીક્ષામાંથી પાછળ સીટ નીચે સંતાડેલ વિદેશી દારૂની ૨૪ બોટલ કીં.રૂ.૧૬૨૦૦ /- નો જથ્થો જપ્ત કરી અણસોલના બુટલેગર જયંતી શંકર ભણાત ને દબોચી લઇ રીક્ષા, મોબાઈલ,વિદેશી દારૂ મળી કુલ.રૂ.૫૭૭૦૦/- મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તેમજ રાજેન્દ્ર નગર ચોકડી નજીક બેગમાં વિદેશી દારૂ ભરી ડીલેવરી આપવા નીકળેલ રાજસ્થાન મુંડારાના લલીત શંકરલાલજી માલવીયાને દબોચી લઇ થેલામાંથી ૯૬ બોટલ કીં.રૂ.૧૪૪૦૦ /- નો વિદેશી દારૂ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો