Western Times News

Gujarati News

મોડાસા : માનસિક અસ્વસ્થ ૩૫ વર્ષીય મહિલા કોઈ અનિચ્છનીય ઘટનાનો ભોગ બને તે પહેલા અરવલ્લી ૧૮૧ અભયમ ટીમે બચાવી 

ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સાઓને ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકારે ૨૦૧૪માં  ૧૮૧ અભયમ 
મહિલા હેલ્પલાઈન શરૂ કરતા અનેક મહિલાઓ અને પરિવારો માટે આશીર્વાદ રૂપી બની રહી છે મોડાસા શહેરના મેઘરજ રોડ પર છેલ્લા ચાર-પાંચ દિવસથી ૩૫ વર્ષીય અસ્વસ્થ મહિલા દિવસે ફરતી હોવાથી અને રાત્રીના સમયે ખેતરમાં સુઈ જતી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટનાનો ભોગ બને તે પહેલા જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ હેલ્પ લાઈનને ફોન કરાતા અરવલ્લી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાની માનસિક હાલત ખરાબ હોવાથી સખી વન સ્ટોપ કેન્દ્રમાં ખસેડી પરિવારજનોની શોધખોળ હાથધરી હતી
મોડાસાના મેઘરજ રોડ બાયપાસ ચોકડી થી વોલ્વા ગામની સીમ સુધી છેલ્લા ચાર-પાંચ દિવસથી માનસિક અસ્વસ્થ મહિલા ફરતી રહેતા અને લોકોને જોઈ ખેતરમાં સંતાઈ જતી હોવાની સાથે રાત્રીના સુમારે ખેતરમાં સુઈ જતી હોવાથી યુવાન મહિલા માનસિક વિકૃત્તિ ધરાવતા લોકોનો ભોગ બને તે પહેલા  જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ હેલ્પલાઈનમાં ફોન કરાતા અરવલ્લી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર શિલ્પા ગામીત,
મહિલા કોન્સ્ટેબલ ઈલા બેન અને પાયલોટ જીતેન્દ્ર ભાઈ તાત્કાલિક  પહોંચી મહિલાની શોધખોળ હાથ ધરતા મહિલા એક ખેતરમાંથી મળી આવતા  ૧૮૧ અભયમની ટીમે કાઉન્સલીંગ કરતાં અને હૂંફ અપાતા માનસિક અસ્વસ્થ મહિલાએ આજુબાજુના ગામના હોવાનું જણાવતા ૧૮૧ અભયમ ટીમે માનસિક અસ્વસ્થ મહિલાએ જણાવેલ ગામમાં તપાસ કરતા તેમનું ઠેકાણું નહિ મળતા અને મહિલાનો પતિ તેની સાથે મારઝૂડ કરતો હોવાનું રટણ કરતા મહિલાને સખી વન સ્ટોપ કેન્દ્રમાં ખસેડી પરિવારજનોની શોધખોળ હાથધરી હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.