મોડાસા મામલતદારે હજીરામાંથી ત્રણ ઓવરલોડ ખનીજ વહન કરતા વાહનો ઝડપ્યા
(તસ્વીર – ઈકબાલ ચિસ્તી, મોડાસા) (પ્રતિનિધિ), અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લામાંથી ખનીજનું બિન્દાસ્ત ખનન અને વહન વાહનો મારફતે થઇ રહ્યું છે જીલ્લાના માર્ગો પર રોયલ્ટી પાસ વગર તેમજ ઓવરલોડ ખનીજ ભરી વહન કરનારા સરકારી તિજાેરીને મહિને દહાડે લાખ્ખો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે
જીલ્લામાં બેફામ ખનીજ વહન કરતા ખનીજ માફિયાઓને જીલ્લા ખાણખનીજ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ કર્મીઓનું રક્ષણ હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે મોડાસા મમલતદારે હજીરા વિસ્તારમાંથી પસાર થતી ઓવરલોડ ખનીજ ભરેલ ટ્રક અને બે ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે
મોડાસા મામલતદારની કામગીરી થી જીલ્લા ખનીજ કચેરીની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે ત્યારે જીલ્લા કલેકટર જીલ્લા ખનીજ તંત્રની આળસ ખંખેર તેવી લોકમાંગ પ્રબળ બની છે.
મોડાસા મામલતદાર અરુણદાન ગઢવી અને તેમની ટીમ મંગળવારે મોડી રાત્રે મોડાસા હજીરા વિસ્તારમાંથી સઘન ચેકીંગ હાથધરી સાદી રેતી ભરેલી ટ્રક અને બે ડમ્પરમાં ઓવરલોડ સાદી રેતીનું વહન થતું હોવાનું જણાઈ આવતા ટ્રક અને બે ડમ્પરને અટકાવી રોયલ્ટી પાસ માંગતા પાસમાં દર્શાવ્યા કરતા વધુ જથ્થો જણાઈ આવતા બને ડમ્પર અને ટ્રકને જપ્ત કરી ખાણખનીજ વિભાગને જાણ કરી ત્રણે ઓવરલોડ વાહનો સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પત્ર લખી જાણ કરી હતી ખાણખનીજ વિભાગે ત્રણે ઓવરલોડ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથધરી હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી.*