મોડાસા મામલતદાર કચેરીની મહિલા કર્મચારી કોરોનાગ્રસ્ત
મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ૫૦ જેટલા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા
રાજયભરમાં કહેર મચાવનાર કોરોના વાયરસનું સંક્રમણ બંને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યુ છે.અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરીમાં કોરોનાનો ફૂંફાડો જોવા મળી રહ્યો છે જીલ્લા સેવાસદન પરિસરમાં અધિકારીઓ અને કર્મચારીઓમાં કોરોના વકરતા અધિકારીઓ કર્મચારીઓ અને અરજદારોમાં ફફડાટ ફેલાયો છે જીલ્લા કલેકટર કચેરી પરિસરમાં આવેલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી કોરોનામાં સપડાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવા તજવીજ હાથધરી હતી રેપિડ ટેસ્ટમાં અન્ય કોઈ કર્મચારીમાં સંક્રમણ ન હોવાની માહિતી આરોગ્ય સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી
અરવલ્લી જીલ્લાની સરકારી કચેરીઓમાં કોરોનાએ દસ્તક દીધી છે જીલ્લામાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સતત કોરોનાગ્રસ્ત બની રહ્યા છે મોડાસા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતી મહિલા કોરોનાગ્રસ્ત બનતા મામલતદાર કચેરીમાં આરોગ્ય તંત્રએ સૅનેટાઇઝ કરી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓના સાવચેતીના ભાગરૂપે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા
મામલતદાર કચેરીમાં અરજદારો અને લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા હોવાની સાથે કેટલાક કર્મચારીઓ અને અરજદારો પણ સરકારે જાહેર કરેલ કોવીડ-૧૯ ની ગાઈડલાઇનનો સરેઆમ ભંગ થઇ રહ્યો હોવાથી કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ શકે છે જીલ્લા સેવાસદન કચેરી અને પરિસરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલવારી કરાવવામાં આવે તે જીલ્લા સેવાસદન કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ,કર્મચારીઓ અને અરજદારો માટે હિતાવહ રહેશે મામલતદાર કચેરીમાં કામકાજ અર્થે જનાર લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે